લોકસભા ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોરની સામાજિક તાકાત તોડી પાડવાનો તખ્તો તૈયાર, જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jan 2019 11:33 AM (IST)
1
2
3
4
કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા અલ્પેશ ઠાકોર સેનાનું નવું માળખું જાહેર કરશે. જેમાં જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ મંત્રીઓની વરણી કરાશે. કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે નારાજ રહેલા અલ્પેશ ઠાકોરે તાજેતરમાં જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી.
5
ગાંધીનગર: રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની સેનામાં તડાં પડ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ઠાકોર સેનામાં ભંગાણ સર્જાય તેવી સ્થિતી જોવા મળી રહી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.