SPGના લાલજી પટેલે વિજય રૂપાણીને પત્ર લખીને શું આપી ચિમકી? જાણો વિગત
પાટીદારોની માંગને લઈને લાલજી પટેલે સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જો પાટીદારોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો જે પણ થાય તેના માટે ભાજપ સરકાર જવાબદાર રહેશે તેવો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભાજપ સરકાર પાટીદારો પરત્વે નકારાત્મક વલણ રાખતી હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો છે.
લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની ભાજપ સરકારે મરાઠા સમાજની માંગણી સ્વીકારી તેમને બંધારણીય અનામતની જાહેરાત કરી છે. મરાઠાઓની જેમ ગુજરાતમાં પણ પાટીદાર સમાજને અનામત મળવી જોઈએ એવી એસપીજીની માંગ છે.
લાલજી પટેલે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા લાગે તે પહેલાં ગુજરાત સરકાર દ્વારા અમને અનામત નહીં આપવામાં આવે તો પાટીદારો લોકસભા ચૂંટણીમાં ભાજપની વિરૂદ્ધમાં મતદાન કરવામાં આવશે.
લાલજીએ સરકારને પત્ર લખીને પાટીદાર અનામતની માગ કરી છે. અનામત નહીં મળે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો કરવામાં આવશે. સરકારની નકારાત્મક વિચારોને કારણે પાટીદારોને અનામત મળી શકી નથી.
ગાંધીનગર: પાટીદારોની નારાજગી ભાજપ સરકાર માટે મોટું સંકટ બનશે તેવી ચીમકી એસપીજી દ્વારા આપવામાં આવી છે. એસપીજીના પ્રમુખ લાલજી પટેલે પાટીદાર અનામતની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આવી ચીમકી આપી હતી.