સુરતઃ બોનસમાં કાર-ફ્લેટ આપી વાહવાહી લૂંટનારા ડાયમંડ વેપારી 3148 કર્મચારીના પી.એફ.ના અબજો રૂપિયા ચાઉં કરી ગયા, જાણો થઇ કેવી કાર્યવાહી
સુરતઃ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે સેંકડો કારો, ફ્લેટ અને જ્વેલેરી આપીને દુનિયાને ચોંકાવનારા સુરતના હિરા વેપારી સવજી ઢોલકીયા એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે. જોકે, આ વખતે તેઓ અલગ વાતને લઇને ચર્ચામાં છે. 6000 કરોડ રૂપિયાની વેલ્યુ ધરાવતી કંપની હરે કૃષ્ણા એક્સપોર્ટ્સના ચેરમેન ઢોલકિયા આ વખતે કાનૂની સમસ્યાના સામનો કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાયદાનો ભંગ છે. કંપની વર્ષોથી ટેક્સ આપવાથી બચી રહી છે. હવે કંપનીએ ચૂકવણી કરવી પડશે અથવા કાયદાકીય પગલાનો સામનો કરવો પડશે. અમે કંપનીના માલિક વિરુદ્ધ વોરન્ટ જાહેર કરી શકીએ છીએ અને કંપનીનું બેન્ક એકાઉન્ટ પણ જપ્ત કરી શકીએ છીએ.
સુરત ઇપીએફઓ રિઝનલ ઓફિસના આસિસ્ટન્ટ કમિશનર કેકે ઘોઘારાએ કહ્યુ હતું કે, હરે કૃષ્ણા એક્સપોર્ટ્સ જેવી મોટી ડાયમંડ કંપની માટે પીએફ કાયદાનો ભંગ કરવો ઢીલાશ રાખવા બરોબર છે. 3 હજારથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપની ફક્ત 17ના ઇપીએફ ચૂકવી રહી છે.
નોંધનીય છે કે સવજી તે સમયે સમગ્ર દેશમાં ચર્ચિત થયા હતા જ્યારે તેમણે 2014માં દિવાળીના બોનસ તરીકે પોતાના કર્મચારીઓને 491 કારો અને 207 ફ્લેટ્સ આપ્યા હતા. તો 2016માં દિવાળી અગાઉ કર્મચારીઓમાં 1260 કારો અને 400 ફ્લેટ વેચ્યા હતા. જોકે, સવજી ઢોલકિયાનો આ અંગે કોઇ સંપર્ક થઇ શક્યો નથી.
એક રિપોર્ટ પ્રમાણે, કંપનીએ છેલ્લા અનેક વર્ષોમાં કર્મચારીઓના પીએફના પૈસાની ચૂકવણી કરી નથી. બે વર્ષની તપાસ બાદ છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવેલા આદેશમાં ઇપીએફઓના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, કંપની 15 દિવસની અંદર 16.66 કરોડ રૂપિયા જમા કરાવે. સાથે 12 ટકા વર્ષના હિસાબે વ્યાજ તરીકે પેનલ્ટી અને 25 ટકાના દર વાર્ષિક ડેમેજની પણ ચૂકવણી કરવાની રહેશે.
ઇપીએફઓએ શુક્રવારે કંપની પાસે ફાઇનલ ડિમાન્ડ નોટીસ મોકલી છે. નોટીસ પ્રમાણે, કંપનીમાં હીરા કારીગરો સહિત કુલ 3165 લોકો કામ કરે છે પરંતુ અહીં ફક્ત 17 કર્મચારીઓને જ ઇપીએફ સ્કીમ હેઠળ રજીસ્ટર્ડ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે પીએફ અને ફેક્ટરી એક્ટ સંબંધિત જોડાયેલા નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે.
એપ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ની સુરત બ્રાન્ચે તેમની કંપનીને નોટીસ આપી છે. આરોપ છે કે ઢોલકીયાની કંપનીના કર્મચારીઓને પીએફના નજીક 16.66 કરોડ રૂપિયા જમા કરાવ્યા નથી. પીએફ જમા ન કરાવવાના કારણે કંપની વિરુદ્ધ જે લીગલ એક્શન લેવામાં આવી શકે છે જેમાં કંપનીના બેન્ક ખાતાઓને પણ જપ્ત કરવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -