સુરેન્દ્રનગરઃ 20 વર્ષની યુવતીને પોતાનાથી નાના યુવક સાથે બંધાયા સંબંધ ને ઘરેથી ભાગી તેની સાથે રહેવા લાગી, પછી શું થયું ?
અમદાવાદ: સુરેન્દ્રનગરમાં પોતાનાથી નાની ઉંમરના યુવક સાથે લિવ-ઇનમાં રહેતી યુવતીને તેના માતા-પિતા ઉઠાવી જઇને ખોટી રીતે કબ્જામાં રાખતા હોવાની રીટ હાઈકોર્ટમાં થઈ હતી. યુવકે કરેલી હેબિયસ કોર્પસ મુદ્દે હાઈકોર્ટે યુવતી પુખ્તવયની હોય તે જ્યાં જવા માંગે ત્યાં જવા દેવાનો આદેશ આપ્યો છે. તેમજ યુવતીને કોઈ તકલીફ ન પડે તે જોવાનો પોલીસને આદેશ આપ્યો છે.
યુવતીની તમામ દલીલો ધ્યાને લઈ હાઈકોર્ટે યુવતી પુખ્ત વયની હોવાથી સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર આપવામાં આવે, તેઓ આદેશ આપ્યો હતો. પોલીસને આદેશ આપ્યો હતો કે, યુવતી જ્યાં જવા માગતી હોય ત્યાં સુધી તેને પોલીસ રક્ષણ આપી મૂકી આપવામાં આવે.
આ અંગેની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર ખાતે 19 વર્ષીય યુવક અને 20 વર્ષીય યુવતી લિવ-ઇન રિલેશનમાં રહેતા હતા. જોકે, યુવતીને તેના માતા-પિતા ઉઠાવી જતાં યુવકે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી. અરજીમાં તેણે જણાવ્યું હતું કે, યુવતીને તેના માતા-પિતા ખોટી રીતે કબ્જામાં રાખી રાખી છે. તેની ઇચ્છા નથી આમ છતાં તેને ગોંધી રાખવામાં આવી છે.
અરજીમાં તેણે રજૂઆત કરી હતી કે, યુવતી પુખ્તવયની હોવાથી તેને ગેરકાયદેસર ગોંધી રાખી શકાય નહીં. આ અરજી બાદ હાઈકોર્ટે આદેશ કરતાં પોલીસે યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરી હતી. અહીં કોર્ટે તેની ઇચ્છા પૂછતાં યુવતીએ પરિવાર કે અન્ય સંબંધીઓ સાથે જવાની અનિચ્છા દર્શાવી હતી અને પોતાને કાયદાકીય જોગવાઇ પ્રમાણે મુક્ત કરવા રજૂઆત કરી હતી.