આજે અમદાવાદમાં ટ્રાફિક પોલીસનું મેગા ડ્રાઈવ, આ વિસ્તારમાં જતાં પહેલાં ચેતજો!
તે દરમિયાન રસ્તા પર અડચણરૂપ વાહનો તેમજ ગેરકાયદેસર પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહોનોને દંડ ફટકારવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં આજે થનાર ટ્રાફિક પોલીસના મેગા ડ્રાઈવમાં સુરક્ષાના કારણોસર 3 ડીસીપી, 6 એસીપી, 10 પીઆઈ, 200 પોલીસ અને 10 ક્રેઈન ટ્રાફિકની સમસ્યાની કામગીરીમાં જોડાશે.
સારંગપુર બ્રિજથી લઈને બાપુનગર સુધીના 10 કિમીના વિસ્તારમાં આ મેગા ડ્રાઈવ યોજાશે અને તે દરમિયાન રસ્તામાં આવતા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટે આકરી ઝાટકણી કર્યા બાદ મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે અને ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો હટાવી રહ્યું છે. આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ એક મેગા ડ્રાઈવ કરવા જઈ રહી છે.
અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં ટ્રાફિક અને દબાણ પર સરકારે ઝુંબેશ હાથ ધરી છે. અમદાવાદમાં ગેરકાયદે કરાયેલાં દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે. ટ્રાફિક પોલીસે શહેરનો ટ્રાફિક ઓછો કરવા દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરી છે. તેના ભાગરૂપે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ 10 કિમીના વિસ્તારમાં મેગા ડ્રાઈવ કરીને રસ્તા પરના દબાણો દૂર કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -