અમદાવાદઃ યુવતીને સગા બનેવી સાથે બંધાયા સેક્સ સંબંધ, પતિ બંનેને એકાંત માણતો જોઈ ગયો ને...........
આ અંગેની વિગતો એવી છે કે, ઉમા ફ્લેટમાં રહેતા દિલીપ પંચાલ(ઉ.વ.40)ની પત્ની શિલ્પાને કૌટુંબિક બનેવી હરેશ પંચાલ સાથે આડાસંબંધો હતો. આ સંબંધમાં દિલીપ આડખીલી રૂપ બનતો હોવાથી યુવતીએ તેના બનેવી સાથે મળીને દિલીપની હત્યા કરી નાંખી હતી અને લાશ જગતપુર રોડ પર બીએસએનલ ટેલિફોન એક્ષચેન્જ પાછળની ઝાળીમાં ફેંકી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતાં યુવકની પત્નીએ જ બનેવી સાથે મળીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 31મી જુલાઇએ થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. યુવકના સાઢુભાઈએ જ પત્ની સાથે મળીને યુવકની ગળું કાપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
હરેશે પોલીસને જણાવ્યું હતું કે, તેણે જ દિલીપભાઈની છરીના ધા મારીને હત્યા કરી છે. શિલ્પાને પતિ ગમતો નહતો અને તેનાથી છૂટા થવા માટે ઘણા વલખાં માર્યા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. બંને દીકરીઓ પણ મોટી થઈ રહી હોઈ પરિવારજનો તેને નસીબમાં જે હોય તેને નિભાવી લેવા શિખામણ આપી હતી.
બીજી તરફ શિલ્પાએ દિલીપને મારવા માટે હરેશને ઉશ્કેર્યો હતો. જેથી હરેશે તેની હત્યા કરવા કાવતરું ઘડ્યું હતું. હરેશે 31મી જુલાઈએ ફોન કરીને દિલીપભાઈને બોલાવ્યા હતા અને અહીં છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. હત્યા કરી ચપ્પુ જમીયતપુરા પાસે નર્મદાની કેનાલમાં નાંખી મોટરસાયકલ લઈ નાસી છુટ્યો હતો. શિલ્પાને ઠકકરનગરમાં રહેતા અન્ય એક પુરૂષ સાથે પ્રેમસબંધ હતો અને તેને પતિની હત્યા કરવા માટે શિલ્પાએ દબાણ કરતા તેણે ઈન્કાર કરી દીધો હતો.
છ મહિના પહેલા હરેશ તેની સાસરીમાં બાબરીનો પ્રસંગ હોઈ પરિવાર સાથે ગયો હતો. અહીં શિલ્પા તેને મળી હતી અને તેનો પતિ દિલીપ મારઝૂડ કરે છે અને તેનાથી છુટા થવાનું જણાવ્યું હતું. આ પછી શિલ્પા અને હરેશ ફોન અને રૂબરૂમાં વાતચીત કરતા હતા. દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ સંબંધ વિશે દિલીપને ખબર પડી જતાં બંને વચ્ચે ઝઘડા વધી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -