સ્વામીનારાયણ સાધુની સેક્સલીલાઃ યુવતી સાથે પરાણે સેક્સ માણ્યા પછી શિક્ષાપત્રીને ટાંકીને શું કહ્યું ? જાણો આઘાતજનક વિગત
અમદાવાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીની સેક્સલીલા બહાર આવી છે. કેનેડાના ટોરેન્ટો ખાતે સ્વામીનારાયણ મંદિરના સંકુલમાં રહેતા સોખડા સ્વામીનારાયણ મંદિરના સાધુ સુજ્ઞેયદાસે કેનેડા ટોરેન્ટોમાં રહેતી એક 30 વર્ષની ગુજરાતી યુવતીને હવસનો શિકાર બનાવીને સેક્સ માણ્યું હોવાની ઘટના બહાર આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કહેવાતા સંતે સુજ્ઞેયદાસને સજા કરવાના બદલે હવસખોરને છાવરવાનો પ્રયાસ કરતાં પરિવારજનોમાં આક્રોશ છે. આ કહેવાતા સંતને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે ભારત મોકલી આપ્યો છે. અહીં તેમણે સાધુનાં ભગવાં કપડાં ત્યજી દીધાં છે અને ફરી સંસારી બનીને નીલકંઠ પટેલ નામ ધારણ કરી લીધું છે.
જો કે એ કહેવાતા સંતે સુજ્ઞેયદાસને કાઢ્યા નહીં. યુવતી અને તેના પિતા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતાં સ્વામીએ જણાવ્યું કે, તમારી બહુ નારાજગી હોય તો છોકરા-છોકરીનાં લગ્ન કરાવી દો. લંપટ સાધુને સજા કરવાની જગ્યાએ સ્વામીએ તેની સાથે લગ્ન કરાવી દેવાનું કહેતાં યુવતીના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
લંપટ સુજ્ઞેયદાસનાં કરતૂતોની જાણ કરવા યુવતીના પિતા સત્સંગીઓને લઈને એક કહેવાતા સંત પાસે ગયા હતા. હવસખોર સુજ્ઞેયદાસની આ સેક્લીલા અંગે યુવતીના પિતાએ ફરિયાદ કરી હતી. સત્સંગીઓના આક્રોશને શાંત પાડવા, સ્વામીજીએ કહ્યું કે, માણસ એક સાથે બે ઘોડા પર સવારી ન કરી શકે, તેને મંદિરમાંથી કાઢી મૂકો.
યુવતીને હવસનો ભોગ બનાવ્યા પછી સુજ્ઞેયદાસ યુવતીને ગંદા મેસેજ પણ મોકલતાં હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો છે. ઘણીવાર મેસેજમાં યુવતીને હું તને પ્રેમ કરું છું, તેમ પણ કહેતાં હતા. આ ઉપરાંત, તને સંતાન આપીને સાથે રાખવા પણ તૈયાર છું તેવા મેસેજ પણ આ કહેવાતા સાધુ યુવતીને કરતા હતા.
શરમજનક વાત એ છે કે, સુજ્ઞેયદાસે તમામ મર્યાદાઓ વટાવીને યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી પછી ભગવાન સ્વામીનારાયણની શિક્ષાપત્રીનો ખોટી રીતે ઉલ્લેખ કરતાં કહ્યું કે, કોઈ પણ સ્ત્રીને સાધુ સ્પર્શ કરે તો તેણે ઉપવાસ કરી લેવો જોઈએ, પરંતુ જો સાધુ પ્રેમથી કોઈ સ્ત્રીને સ્પર્શે તો ઉપવાસ કરવાની જરૂર નથી.
ટોરન્ટોની આ યુવતી ડિપ્રેશનમાં હોવાથી માનસિક શાંતિ મેળવવા સ્થાનિક સ્વામીનારાયણ મંદિરમાં જતી હતી. તે વખતે સાધુ સુજ્ઞેયદાસ સાથે પરિચય થયો હતો. સુજ્ઞેયદાસે હવસ સંતોષવા યુવતીને સોખડા મંદિરના સંત સાથે મુલાકાત કરાવી આપવાના બહાને બોલાવીને યુવતીને રૂમમાં લઈ જઈ સેક્સ માણ્યું હોવાનો આક્ષેપ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -