નડિયાદ: તાનિયાનું આ રીતે થયું'તું મર્ડર, આરોપીના હાથે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ અપહરણની વાત સોશ્યલ મીડિયામાં વહેતી થઈ જતાં જ તેઓએ વાસદ બ્રિજ પરથી જ તાનિયાને જાગૃત અવસ્થામાં નદીમાં ફેંકી દીધી હતી. નડિયાદ પશ્ચિમ પોલીસે પથ્થર અને દોરડું કબ્જે કર્યા છે અને પૂછપરછ હાથ ધરી છે.
જેને કારણે તેનો મૃતદેહ બહાર આવે જ નહીં. એટલે તાનિયા ગુમશુદા જ રહે. અને ઘટનાનો પર્દાફાશ થાય જ નહીં. તેને કારણે જ ફટાફટ કાર લઈને આવ્યા બાદ ઘટનાને અંજામ આપીને તુરંત જ તેઓ નીકળી ગયા હતા.
તાનિયા હત્યા કેસમાં પોલીસ સમક્ષ ચોંકાવનારી કબુલાત કરતા મિત પટેલે જણાવ્યું હતું કે, તાનિયાને મારી નાંખવાનું પ્લાનિંગ પહેલેથી જ હતું. તેમણે કારમાં તાનિયાનું સોમવારે રાત્રે અપહરણ કર્યું એ પહેલાં જ તેઓ કારમાં એક મોટો પથ્થર અને સાથે દોરડું લઈ આવ્યા હતા. જેમાં એ દોરડા સાથે પથ્થર બાંધીને જ તાનિયાને નદીમાં ફેંકવાનો પ્લાન હતો.
કારમાંથી કાઢી બાવડેથી મેં ઊંચકતા જ તે જાગી ગઈ હતી. જેથી અમે તેને ‘ચાલ, માછલી બતાવું’ તેમ કહી તેને પેરાફીટ કુદાવી હાઈવેના ફૂટપાથ પર નીચે બેસાડી હતી. જેથી કોઈ જોઈ ન જાય. એ પછી મેં બાવડે અને થાપાના ભાગેથી ઊંચી કરી અને મોંઢું તેનું નદી તરફ રાખ્યું અને સીધી જ નદીમાં ફેંકી દીધી હતી. જોકે, એ પછી અમે અહીં રોકાયા વિના જ નડિયાદ રવાના થયા હતા.
ટી-શર્ટ અને બરમૂ઼ડો પહેરેલા મિત પટેલે પોલીસ સમક્ષ ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું હતું, 18મી તારીખે સાંજે સાડા આઠ કલાકે નડિયાદથી કારમાં તાનિયાનું અપહરણ કરી વાસદ બ્રિજની મધ્યમાં લાવ્યા હતા તે સમયે અંધારૂં હતું. બ્રિજ પર લાઈટ નહોતી.
નડિયાદમાં તાનિયા અપહરણ અને હત્યા કેસનું પોલીસે શુક્રવારે પાંચ વાગે એફ.એસ.એલ. અમદાવાદ, વડોદરા ઈરીગેશન, નડિયાદ ફાયરબ્રિગેડની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા તાનિયાના વજન જેટલું જ 22 કિલોનું એક બાળકીનું પૂતળું બનાવાયું હતું. આ સમયે પોલીસ સહિત અન્ય ટીમની હાજરીમાં જ સમગ્ર ઘટના કેવી રીતે બની હતી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
નડિયાદ: નડિયાદના 10 દિવસ અગાઉ બનેલા ચકચારી તાનિયા પટેલ અપહરણ અને હત્યા કેસનું શુક્રવારે સાંજે નડિયાદ પોલીસે વાસદ બ્રિજ પર આરોપીના હાથે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં બે કલાક ચાલેલા આ રિકન્સ્ટ્રક્શનમાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. ખાસ તો તાનિયાને જ્યારે તેઓ બ્રિજ પર લાવ્યા ત્યારે એ સમયે તે જાગતી હતી. જેને કારણે મિત પટેલ સહિત અન્ય બે આરોપીઓએ તેને ‘ચાલ, માછલી બતાવું... તેમ કહી કારમાંથી નીચે ઉતારી હતી. એ પછી બ્રિજની રેલીંગ પર નદી તરફ મોંઢું રાખાવી ત્યાંથી જ 72 ફૂટની ઊંચાઈએથી નીચે ફેંકી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -