જસદણ પેટા ચૂંટણી: ભાજપ-કોંગ્રેસ સિવાયનાં કયા છ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ, જાણો આ રહ્યા નામ
એક પણ ઉમેદવાર મત આપવાને લાયક નહીં હોવાનો મત વ્યક્ત કરવા પણ 2146 મતદારોએ નોટાનું બટન દબાવીને રોષ ઠાલવ્યો હતો. આમ અપક્ષ ઉમેદવારોને તો નોટાથી અડધા પણ મત મળ્યાં નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે અન્ય છ ઉમેદવારોમાં વીપીપીનાં ધરમસી ધાપાને 755 મતો, એનબીએનએલનાં દિનેશ પટેલને 213 મતો તેમજ અપક્ષોમાં ભરત માંકડીયાને 993 મતો, નાથાલાલ ચિત્રોડાને 144 મતો, મુકેશ ભેંસજાળીયાને 198 મતો અને નિરૂપાબેન મધુને 331 મતો જ મળતાં ડિપોઝીટ પણ ગુમાવી પડી હતી.
ચૂંટણી પંચનાં પેરામીટર પ્રમાણે ઉમેદવારોએ માન્ય મતોનાં છઠ્ઠા ભાગનાં મતો તો મેળવવા જ પડે છે. અન્યથા ઉમેદવારોએ ફોર્મ સાથે ભરેલી રૂપિયા 10 હજાર જેવી ડિપોઝીટ જપ્ત થઈ જાય છે. જે પ્રમાણે જસદણ બેઠક ઉપર 1,63,185 માન્ય મતોનાં આધારે ઉમેદવારોએ ઓછામાં ઓછા 27,554 મતો મેળવવા ફરજીયાત હતા.
રાજકોટ: જસદણ વિધાનસભા બેઠકમાં હાઇવોલ્ટેજ પેટા ચૂંટણી જંગમાં અંતે આજે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ભળેલા કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો 19,985 મતોથી શાનદાર વિજય થયો હતો. ભારે રોમાંચક બનેલા જસદણ વિધાનસભા બેઠકના ચૂંટણી જંગમાં જનાદેશ આવ્યો હતો. જેમાં ભાજપ-કોંગ્રેસ સિવાયનાં તમામ છ ઉમેદવારોએ તો ડિપોઝીટ પણ ગુમાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -