ધી ગોલ્ડન લોટસ સર્કલ દ્ધારા ‘નવું વર્ષ અને એસ્ટ્રોલોજી’ વિષય પર ખાસ કાર્યક્રમ યોજ્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે વધુ જણાવતા ધી ગોલ્ડન લોટસ સર્કલના ચેરપર્સન અમિતા દામાણીએ જણાવ્યું કે અમારું આ મહિલા ગ્રુપ દર મહિને વિવિધ વિષયો પર કાર્યક્રમો યોજે છે. જે મહિલાઓને નવું નવું જાણવા અને શીખવા માટે એક સારુ પ્લેટફોર્મ પુરુ પાડે છે.
આશિષ મેહતા એ વાસ્તુ દ્વારા જીવનમાં સુખ અને શાંતિ કેવી રીતે લાવી શકાય તે વિષે પણ માહિતી આપી. તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ દ્વારા એસ્ટ્રોલોજી અને વાસ્તુ વિષે પૂછવામાં આવેલ વિવિધ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.
અમદાવાદઃ અમદાવાદના ‘ધી ગોલ્ડન લોટસ સર્કલ’ મહિલા ગ્રુપ દ્વારા ‘નવું વર્ષ અને એસ્ટ્રોલોજી’ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જાણીતા એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આશિષ મેહતા દ્વારા મહિલાઓને 2019નું વર્ષ તેમના પારિવારિક, વ્યાવસાયિક, આરોગ્ય માટે કેવું રહેશે તે વિષે જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ બાર રાશિ અને 1થી 10 ન્યૂમરોલોજી પ્રમાણે 2019નું વર્ષ વ્યક્તિને કેવું ફળ આપશે તેની માહિતી પણ આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -