અમદાવાદઃ ભાજપનો નેતા કારમાં પ્રેમિકા સાથે રંગરેલિયાં માનવતો હતો ને પ્રેમિકાનો પતિ પોલીસને લઈને આવી ગયો, પછી શું થયું?
આ અંગે ભાજપના નેતાન પ્રેમિકાના પતિએ તેમને પકડાવી મણિનગર પોલીસમાં અરજી કરી છે. આ અંગે મહિલાના પતિએ હોબાળો કરી જણાવ્યું હતુ કે, પૂર્વ કોર્પોરેટર તેમની પત્ની લલચાવી ફોસલાવી લઇ જાય છે અને તેને એક ફ્લેટની ચાવી પણ આપી છે. જો જીતીશ તો તેને ફાયદો કરાવીશ તેમ તે મારી પત્નીને જણાવે છે.
પોલીસે કહ્યું કે, આ બહેનના પતિ તો બહાર ઉભા છે. પોલીસે ઈશારો કરતાં પતિ પાસે આવ્યો અને પતિને જોઇ પત્ની ભોંઠી પડી ગઇ. તેણે પોતાનાં અસ્તવ્યસ્ત કપડાં સરખાં કર્યાં અને કારમાંથી બહાર આવી ગઇ હતી. પોલીસે જણાવ્યુ હતુ કે, કારમાં બેઠેલો પુરૂષ દાણીલીમડાના એક્સ કોર્પોરેટર છે અને તે બીજાની ૪૨ વર્ષીય પત્ની સાથે બેઠા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને દાવેદારો ટિકિટ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપના એક નેતા અને દાણીલીમડા વિધાનસભાના બેઠકની ટિકીટના એક દાવેદાર પોતાની પ્રેમિકા સાથે કારમાં રંગરેલિયાં માનવતા ઝડપાઈ જતાં ચકચાર મચી છે.
આ યુવકે એવો આક્ષેપ પણ કર્યો કે, ભાજપના નેતાએ પોતાની પત્નિને ફ્લેટની ચાવી આપી છે તે તેને ફોસલાવી લલચાવી લાવ્યો છે. પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચીને કારનો કાચ ખકડાવ્યો અને બેઠેલા ભાઇને કહ્યું, કોણ છો અને આ મહિલા કોણ છે ? ભાજપના નેતા બોલ્યા કે, મારાં પત્નિ છે.
ભાજપના દાણીલીમડાના પૂર્વ કોર્પોરેટર એવા આ નેતા મણિનગર જલધારા વોટરપાર્ક નજીકની ખુલ્લી જગ્યામાં પોતાની પ્રેમિકા સાથે કારમાં રંગરેલિયાં મનાવતા ને પ્રેમલીલા કરતા પકડાઇ ગયા હતા. રસપ્રદ વાત એ છે કે ભાજપના નેતાની પ્રેમિકાના પતિએ જ પોલીસને જાણ કરતાં પોલીસે દરોડો પાડી તેમને ઝડપ્યા હતા.
આ અંગે મણિનગર પીઆઈ બી. બી. બારડે જણાવ્યું હતું કે, પોલીસ પાસે ગઈ કાલે એક વ્યક્તિ આવી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, મણિનગર વિસ્તારમાં આવેલા જલધારા વોટર પાર્ક નજીક આવેલી ખુલ્લી જગ્યામાં એક કારમાં ભાજપનો નેતા પોતાની પત્ની સાથે બેઠો છે અને રંગરેલિયાં મનાવે છે.
ભાજપના નેતાએ બચવા માટે પ્રેમિકાને પોતાની પત્નિ ગણાવી હતી પણ પતિ પોતે હાજર હતો તેથી ભાદજપના નેતા છોભીલા પડી ગયા હતા. એ માંડ માંડ કપડાં પહેરીને ભાગ્યા હતા. પ્રેમિકાના પતિએ આક્ષેપ કર્યો છે કે, ભાજપના આ નેતાએ પોતાની પત્નીને લાલચ આપી ફોસલાવી હતી ને તેની સાથે રંગરેલિયાં મનાવતો હતો.