ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીએ સેવક પર લગાવ્યો જાતીય સતામણીનો આરોપ? જાણો વિગત
આ ઉપરાંત વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરનારા શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ભલામણ પણ કરી હતી. કુલનાયક ડો.અનામિક શાહ વિદેશમાં હોવાથી નિયમ પ્રમાણે તપાસ કમિટીના અહેવાલ મળ્યાં બાદ ઈન્ચાર્જ કુલનાયકે કુલસચિવને કસૂરવાર ઉદ્યોગ શિક્ષક સામે કડક કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાં ભરવા સૂચના આપી હતી. જેથી આખરે વિધાપીઠ આવા આગામી દિવસોમાં બનાવો ન બને તે માટે ઉઘોગ શિક્ષક સામે ફરજમુક્ત કરવાના પગલાઓ લીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદ્યાપીઠમાં મહાદેવ દેસાઈ કોલેજમાં અનુસ્નાતક કક્ષામાં એક વિદ્યાર્થિની અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થિનીએ તાજેતરમાં વિદ્યાપીઠના વુમન ડેવલપમેન્ટ સેલ સમક્ષ ફરિયાદ કરી હતી કે, વિદ્યાપીઠમાં જ ઉદ્યોગ વિભાગમાં સેવક તરીકે ફરજ બજાવતાં શિક્ષક ભૂપત સરવૈયાએ તેની જાતિય સતામણી કરી હતી.
વુમન સેલે તાકીદે ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરી હતી. આ કમિટીએ અહેવાલ કુલનાયકને સુપરત કરી દીધો છે. કમિટીના સભ્યોએ ઘટનાની તપાસ બાદ અહેવાલમાં ખરેખર કેમ્પસમાં વિદ્યાર્થિની સાથે જાતીય સતામણીની ઘટના બની હોવાનું નોંધ્યું હતું.
અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ વિદ્યાપીઠમાં જ ફરજ બજાવતાં ઉદ્યોગ શિક્ષક ભૂપત સરવૈયા સામે જાતિય સતામણીની ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થિની ફરિયાદ બાદ સત્તાધીશોએ તપાસ કમિટીની રચના કરી હતી. કમિટીના અહેવાલમાં જાતિય સતામણી કરનારા સેવક પર કડકમાં કડક પગલાં ભરવા ભલામણ કરવામાં આવી છે. આ ઘટનાના પગલે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો જોવા મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -