હાર્દિક પટેલને આજે ફરી જેલભેગો કરી દેવાય તેવી શક્યતા, જાણો શું છે કારણ ?
આ કેસમાં આરોપી તરીકે હાર્દિક પટેલ, નચિકેત મુખી, ગીતાબહેન પટેલ, મહેશ દાઢી, કિરણ પટેલ, પ્રતીક પટેલ, અક્ષય ભોરિયો, વિપુલ પટેલ, કૌશલ પટેલ, નિકુંજ પટેલ, અંક્તિ પટેલ, રાહુલ પટેલ ઉર્ફે ગાંધી, મિલન સુથારનાં નામ ભાજપના કોર્પોરેટર દ્વારા અપાયાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે પરેશ પટેલે જણાવ્યું હતું કે મારા ફેસબુકમાં ડો.ઋત્વિજ પટેલના ફોટા મૂક્યા બાદ અનેક કોમેન્ટ આવતાં સ્વાતિક પટેલે ટાકા પાટીદાર સામે ફરિયાદ આપતાં પોલીસે ધરપકડ કરી હતી. આ ધરપકડમાં મારો હાથ હોવાનું માની હાર્દિક અને ગીતાબહેન પટેલે રાત્રે મારા ઘરના સભ્યો સાથે હું હાજર હતો ત્યારે હલ્લાબોલ કર્યો હતો.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ફરી જેલભેગા થવું પડે તેવી શક્યતા છે. વસ્ત્રાલના ભાજપ કોર્પોરેટર પરેશ પટેલના ઘરે જઈને હંગામો કરવાના મામલે તેની ધરપકડ થઈ શકે છે. હાર્દિકે આજે સવારે જાહેરાત કરી હતી કે તે આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આત્મસમર્પણ કરશે.
શહેરના વસ્ત્રાલ વોર્ડના ભાજપના કાઉન્સિલર પરેશ પટેલ દ્વારા ફેસબુકમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.ઋત્વિજ પટેલનો ફોટો મૂકી ઋત્વિજ પટેલ પાટીદાર છે, 'મારો ભાઇ છે' તેવું લખતાં વિવાદિત કોમેન્ટ કરનાર યુવકની રવિવારે રાત્રે રામોલ પોલીસે ધરપકડ કરી હતી.
ટોળાએ પરેશ પટેલના ઘર પર હુમલો કરી મકાનમાં ઘૂસી પરેશ પટેલની નેમ પ્લેટ તોડી ભાજપનો ઝંડો સળગાવી દીધો હતો. આ અંગે પરેશ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ, ગીતાબહેન પટેલ, નચિકેત મુખી સહિત ૭૦ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે પાસના ૧૦ સભ્યની ધરપકડ કરી હતી.
લોકોએ ગાળો અને મારી નાખવાની ધમકીઓ આપતાં પરેશ પટેલ ગભરાઇ ગયા હતા અને આ અંગે તેઓએ પોલીસને જાણ કરી હતી. રામોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ આવતાં ટોળું ત્યાંથી વિખેરાઇ ગયું હતું અને વાહનો મૂકી તેઓ ફરાર થઇ ગયા હતા.
હાર્દિક પટેલ પણ આવી જતાં નચિકેત મુખી, ગીતાબહેન પટેલ, અંક્તિ પટેલ સહિતના પાટીદાર લોકોનું ટોળું પરેશ પટેલના ઘરે પહોંચ્યું હતું. તેઓએ રાત્રે બે વાગ્યે પટેલના ઘરનો દરવાજો ખખડાવતાં હાર્દિકે પરેશને બહાર ખેંચી લાવો, તે ખોટા લોકોને જેલમાં પુરાવે છે તેવું કહ્યું હતું.
આ મામલે સ્વાતિક પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગઇ કાલે રામોલ પોલીસે ટાકા પાટીદાર નામના યુવકની ધરપકડ કરી હતી. આ અંગે પાટીદાર યુવકો અને હાર્દિક પટેલને જાણ થઇ હતી. મોડી રાતે કેટલાક પાટીદારોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.
વસ્ત્રાલની માધવ સ્કૂલ પાસે આવેલા આસ્થા બંગલોઝમાં રહેતાં અને ભાજપના વસ્ત્રાલ વોર્ડના કોર્પોરેટર પરેશ પટેલ દ્વારા તેમના ફેસબુક પર દસેક દિવસ અગાઉ ભાજપ યુવા મોરચા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલનાં મુકાયેલા ફોટા પર અનેક લોકોએ કોમેન્ટ કરી હતી, તેમાં ટાકા પાટીદાર અને સ્વાતિક પટેલ નામના યુવક વચ્ચે વિવાિદત કોમેન્ટ થઇ હતી.
ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કોર્પોરેટરના ઘરે પહોંચી ગઇ હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં હાર્દિક પટેલ સહિત ૭૦ લોકો સામે રામોલ પોલીસે રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી ૧૦ લોકોની ધરપકડ કરી હતી.
પાટીદાર યુવકને છોડાવવા મોડી રાતે પાસના કન્વીનર હાર્દિક પટેલ સહિત પ૦થી વધુ લોકોનું ટોળું પોલીસ સ્ટેશન ગયું હતું. બાદમાં પરેશ પટેલના કહેવાથી પાટીદાર યુવકની ધરપકડ કરાઇ હોવાનું કહી હાર્દિક પટેલ સહિત ૭૦ માણસોનું ટોળુ પરેશ પટેલના ઘરે મોડી રાતે પહોંચી ગયું હતું અને હલ્લાબોલ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -