બે યુવકો અમદાવાદી યુવતીના ઘરમાં ઘૂસીને યુવતીના કપડાં ફાડી નાખ્યાં પછી શું થયું, જાણો વિગત
જેના કારણે સમદ અને તેના મિત્રએ ફેશન ડિઝાઇનર પર સળીયા વડે હુમલો કરતાં હાથના ભાગે ઈજા થઇ હતી. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ફેશન ડિઝાઇનરની ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવતી ઘરમાં સુઈ રહી હતી તે દરમિયાન સમદ શેખ અને તેનો એક મિત્ર ફેશન ડિઝાઇનરના ઘરનો દરવાજો ખોલીને ઘરમાં ઘૂસી ગયા હતા. સમદે ફેશન ડિઝાઈનરનો હાથ પકડી લેતાં તે ઉઠી ગઈ હતી. તેણે બુમાબુમ કરતાં તેની માતા આવી ગઈ હતી.
જમાલપુર વિસ્તારમાં રહેતી 45 વર્ષની ફેશન ડિઝાઇનર તેના માતા સાથે 35 વર્ષથી રહે છે. તેણે હજી લગ્ન પણ નથી કર્યા. ફેશન ડિઝાઈનરના પાડોશમાં રહેતો સમદ શેખ અને તેનો મિત્ર રવિવારે રાત્રે પોતાના ઘરમાં એકલી સુઈ રહી હતી.
હાથ પકડ્યા બાદ તેને પોતાની તરફ ખેંસી હતી અને જબરદસ્તી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જોકે યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જ્યારે યુવતી બૂમાબૂમ કરી ત્યારે તેની માતા ધાબા પર આવી પહોંચી હતી જોકે તે ત્યાંથી ભાગી ગયો હતો. સમાજમાં આબરૂના જાય તે માટે ફરિયાદ નોંધાવી નહોતી.
આ અંગે ફેશન ડિઝાઇનરે સમગ્ર મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 10 દિવસ પહેલાં પણ સમદ શેખ નામના શખ્સે ફેશન ડિઝાઇનર ધાબા પર સૂઈ રહી હતી ત્યારે તેના ધાબા પર આવી પહોંચ્યો હતો અને તેનો હાથ પકડી પાડ્યો હતો.
બે શખ્સો ફેશન ડિઝાઈનર એકલી હોય ત્યારે ઘરમાં ઘૂસી જતા હતાં. યુવતી ઘરમાં એકલી હોય ત્યારે ઘણીવાર તે ઘરમાં આવી ગયો છે અન તે યુવતીના કપડાં પણ ઘણીવાર ફાડી નાખ્યા છે.
અમદાવાદ: અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતી એક ફેશન ડિઝાઈનરના ઘરમાં સુઈ રહી હતી તે દરમિયાન બે શખ્સો તેના ઘરમાં ઘુસીને તે યુવતીનો હાથ પકડીને જબરજસ્તી કરીને દુષ્કર્મ કરવાના ઈરાદે ઝપાઝપી થઈ હતી. બે શખ્સો ઘરમાં ઘૂસી આવતા બુમાબુમ કરતાં ફેશન ડિઝાઇનરનો મોઢાં પર લાફો મારી ગાળો બોલી લુખ્ખાઓએ ડ્રેસ ફાડી નાખ્યો હતો.