અમદાવાદઃ બાવાળા રોડ પર ઝાડ નીચે આરામ કરી રહેલા બે વિદ્યાર્થી પર કાર ફરી વળી, થયા મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Mar 2018 10:02 AM (IST)

1
2
3
4
અમદાવાદઃ બાવળાના રામનગર પાટિયા પાસે ઝાડ નીચે બેઠેલા બે વિદ્યાર્થી પર કાર ફરી વળતાં બંનેના મોત નીપજ્યા છે. કારનું ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે.
5
અકસ્માતમાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓ આઇટીઆઇમાં અભ્યાસ કરતાં હતા. જેમના નામ રાજન મકવાણા અને જયેશકુમાર જાદવ છે. અકસ્માત થયો ત્યારે બંને વિદ્યાર્થીઓ હાઈ-વેની બાજુમાં ઝાડ નીચે બેઠા હતા. તેમના મોતથી તેમના ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.