અમદાવાદઃ બે પાકિસ્તાની યુવતી થઈ ફરાર, લગ્ન કરી અમદાવાદમાં થઈ હતી સ્થાયી
અમદાવાદઃ અમદાવાદમાંથી બે પાકિસ્તાની યુવતીઓ ફરાર થઈ ગઈ છે. કાયદેસર પ્રક્રિયા કરીને યુવતીઓ લગ્ન કરીને અમદાવાદ સ્થાયી થઈ હતી. બન્ને યુવતીઓ દેરાણી-જેઠાણી છે અને બાળકો લઈને ફરાર થઈ ગઈ છે. પાલડી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બન્ને યુવતીઓને શોધવા માટે એફ.આર.હાઉસ અને પાસપોર્ટ વિભાગની પણ મદદ લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી મુજબ પાકિસ્તાનના કરાચીની રહેવાસી નવીરા અને આયશાબેનના લગ્ન અમદાવાદના આસિફ મહમ્મદ અબ્દુલ લતીફ અને મોહમદમ સોહેબ સાથે રીતિરીવાજ મુજબ થયા હતા. આલગ્નથી નવીરાને એક સંતાન મહમદ અયાન છે. જ્યારે આયશાને અઢી વર્ષની એક દિકારી ફાતીમાં છે.
મળતી માહિતી મુજબ આ બન્ને યુવતી 23 ઓક્ટોબરના રોજ સાંજના પાંચેક વાગે ઘરમાં બધા સુઈ ગયા ત્યાર બાદ જ્યારે સાંજે સાતેક વાગે ઘરના સભ્યોની ઉંઘ ઉડી ત્યારે આયશા તેની પુત્રી ફાતીમા અને નવીરા તથા તેનો દિકરો અયાન ઘરમાં હાજર ન હતા.
ત્યાર બાદ ઘરમાં શોધખોળ કરતાં જાણવા મળ્યું હતું કે બન્ને યુવતીના પાસપોર્ટ, મેરેજ સર્ટી તેમ પોતાના દિકરાનો જન્મનો દાખલો મળી આવ્યા ન હતા. સગા વ્હાલાને ત્યાં પણ તપાસ કરતાં કોઈ જાણકારી ન મળતા આખરે 24 તારીકના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બન્ને યુવતી ગુજરાતી, હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી ભાષા જાણે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -