ટુ વ્હીલર ખરીદતાં પહેલાં ચેતો, આ ડોક્યુમેન્ટ નહીં હોય તો તમારા વાહનનું રજિસ્ટ્રેશન જ નહીં થાય, જાણો કેમ ?
અમદાવાદ આરટીઓ જી.એસ.પરમાર અને એઆરટીઓ ડી.એચ.યાદવે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ટૂ વ્હીલર સાથે ફ્રી હેલ્મેટ આપવાના કાયદાનો ડીલરોએ ફરજિયાત અમલ કરવો પડશે. 24 ઓક્ટોબરથી વેચાયેલા ટૂ વ્હીલરોનું રજિસ્ટ્રેશન હેલ્મેટ નહીં અપાઈ હોય તો નહીં કરાય તેવું પણ તેમણે જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગુજરાત સરકારે ટુ વ્હીલર્સના ડીલરો સામે આકરૂં વલણ અપનાવતાં 24 ઓક્ટોબર પછી વેચાયેલાં ટુ વ્હીલર્સનું રજિસ્ટ્રેશન બંધ કરવાનો નિર્ણય લીધો છે. ટુ વ્હીલર સાથે ફરજીયાતપણે હેલ્મેટ આપવાના ગુજરાત સરકારના આદેશને ટુ-વ્હીલરના ડીલર્સ ઘોળીને પી જતાં આ નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં નવરાત્રીમાં 4000 જેટલાં ટુ વ્હીલર્સનું વેચાણ થયું હતું પણ તેમને મફત હેલ્મેટ અપાઈ નથી. ડીલર્સની આ લબાડીના કારણે ગ્રાહકો પરેશાન ના થાય એટલા નવરાત્રીમાં વેચાયેલા નવા વાહનોનું રજિસ્ટ્રેશન કરી આપવાનો નિર્ણય કરાયો હતો.
આ મામલે વાહનવ્યહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા બરાબરના બગડ્યા છે. તેમણે ડીલર્સની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે રાજ્યના તમામ ડીલર્સે ગ્રાહકોને માત્ર 500 રૂપિયાની હેલ્મેટ આપવામાં ઠાગાઠૈયા કરવાના બદલે આ આદેશનો તાત્કાલિક અમલ શરૂ કરી દેવો જોઇએ.
ગુજરાત સરકારે પહેલાં જ જાહેરાત કરી હતી કે ડીલર્સે ટુ વ્હીલર સાથે ફરજીયાતપણે હેલ્મેટ આપવી પડશે પણ આ આદેશનો અમલ નહોતો થયો. તેના કારણે સોમવારથી ટુ વ્હીલર વાહનોનાં રજિસ્ટ્રેશન બંધ કરવાનો નિર્ણય લીધો હતો પણ આ નિર્ણયનો સોમવારે ફિયાસ્કો થયો હતો.
ડીલર્સના પ્રતિનિધિઓએ કાયદાના અમલ માટે મુદત વધારવા રજૂઆત કરી હતી. ડીલર્સે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી 15મી નવેમ્બર સુધીનો સમય માંગ્યો છે કે જેથી ટૂ વ્હીલરનું ઉત્પાદન કરતી કંપનીઓ સાથે સંકલન કરી ફ્રી હેલ્મેટના કાયદાનો અમલ કરી શકે.
ડીલર્સની રજૂઆતના પગલે અમદાવાદમાં આરટીઓ ઓફિસર્સે રજિસ્ટ્રેશન ફોર્મ્સ પર સહી કરી હતી. આ બાબતની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે અને આદેશ આપ્યો છે કે વિના મૂલ્યે હેલ્મેટ મળી છે તેવી રસીદ રજૂ ના કરાય તો 24 ઓક્ટોબર પછી વેચાયેલાં વાહનોનું રજિસ્ટ્રેશન બંધ કરવું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -