અમદાવાદ પોલીસ કમિશ્નરનો સપાટો, બે PSIને કરી દીધા સસ્પેન્ડ, જાણો શું છે કારણ?
આથી અશોક યાદવે દરિયાપુર પોલીસને અંધારામાં રાખીને ૧૫ સપ્ટેમ્બરના રોજ પોતાની ટીમને રેઈડ કરવા મોકલી હતી. જેમાં જુગારનો અડ્ડો ચાલુ હોવાનું બહાર આવ્યું હતું. અશોક યાદવના જણાવ્યા મુજબ આ બનાવમાં બન્ને પી.એસ.આઈ. રાણા અને રાઊલને સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા છે. ઊપરાંત સમગ્ર ડીસ્ટાફનું પણ વિસર્જન કરી નાંખવામાં આવ્યું છે. તે સિવાય દરિયાપુર સીનીયર પી.આઈ. સામે ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે આ બન્ને પીએસઆઇ ઘટનાસ્થળે રેઇડ કરવા ગયા ત્યારે ત્યાંથી ફક્ત પાણીના પાઊચ અને બીડીના ઠુંઠા સિવાય કંઈ હાથ લાગ્યું ન હતું. આનું પંચનામુ કરીને તેમણે રિપોર્ટ યાદવને મોકલ્યો હતો. દરમિયાન આ અંગે માહિતી આપનારે યાદવને જણાવ્યું હતું કે રેઈડની માહિતી લીક થઈ ગઈ હતી.
દરિયાપુરમાં આ અડ્ડા અંગે અહીંના તમામ લોકોને જાણ હતી. પરંતુ દરિયાપુરના પોલીસ ઈન્સ્પેક્ટર તેનાથી અજાણ હોવાની વાત નવાઈ ઊપજાવે તેવી છે. જોકે પોલીસ સ્ટેશન સિવાય બહારની કોઈ એજન્સી કાર્યવાહી કરે ત્યારે પી.આઈ.હાથ ખંખેરી લે છે. જેને કારણે તેમની હાથ નીચેના પી.એસ.આઈ.કે કોન્સ્ટેબલો હોળીનું નારિયેળ બની જાય છે.
માહિતી પ્રમાણે, શહેરના દરિયાપુર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર ગામાએ એકાદ મહિના અગાઉ દારુનો ધંધો બંધ કરીને જુગારનો અડ્ડો શરૂ કર્યો હતો. આ અંગે સેક્ટર-૨ નામ જેસીપી અશોક યાદવને માહિતી મળતા તેમણે દરિયાપુર ડીસ્ટાફના પીએસઆઈ યુ.એ.રાણા અને દરિયાપુર ચોકીના પીએસઆઈ યુ.એફ.રાઊલને આ અડ્ડા પર રેડ કરવા કહ્યું હતું.
અમદાવાદઃ શહેરના દરિયાપુર વિસ્તારમાં ધમધોકાર ચાલી રહેલા જુગારના અડ્ડાને મામલે અમદાવાદ પોલીસ કમિશ્નરે બે પીએસઆઇને સસ્પેન્ડ કરી દીધા છે. આ બન્ને પીએસઆઇને રેઈડ કરવા મોકલ્યા ત્યારે કશું મળ્યું ન હતું. આથી સેક્ટર-૨ના જેસીપીએ પોતાની ટીમ મોકલતા અડ્ડો ચાલુ હોવાનું બહાર આવ્યું હતું. તેમણે દરિયાપુર સીનીયર પી.આઈ સામે પણ ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -