✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં આવી મોદી સરકારના ક્યા મંત્રીએ કહ્યું કે-પાટીદારોને કેટલી મળવી જોઇએ અનામત?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Sep 2017 01:07 PM (IST)
ગુજરાતમાં આવી મોદી સરકારના ક્યા મંત્રીએ કહ્યું કે-પાટીદારોને કેટલી મળવી જોઇએ અનામત?
1

રામદાસ અઠાવલેના આ નિવેદનથી હવે મોટો વિવાદ સર્જાઇ શકે છે. કારણકે જે રાજયમાં અનામતનું આંદોલન ચાલે છે ત્યાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપ ની સરકાર છે ત્યારે રામદાસ અઠાવલે આ માટે પી એમ અને ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ને રજુઆત કરશે.

2

ગુજરાતમાં પાટીદારો, મહારાષ્ટ્રમાં મરાઠાઓ અનામતની માંગણી સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે અઠાવલેનું આ નિવેદન ભાજપ માટે સમસ્યા ઉભી કરી શકે છે. તેમણે પાટીદારો અને મરાઠાઓને અનામત આપવાની માંગણી કરી હતી. કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ જણાવ્યું હતું કે પાટીદાર, મરાઠા, જાટ અને રાજપૂતોને અનામત આપવી જોઇએ.

3

અમદાવાદઃ કેન્દ્રીય સામાજિક મંત્રી રામદાસ અઠાવલે હાલમાં અમદાવાદના પ્રવાસ પર છે. તેમણે રાજ્યમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને સમર્થન કર્યું હતું. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજયમાં પાટીદાર આંદોલન અનામત માટે ચાલી રહ્યું છે તેના માટે અને મરાઠા જાટ રાજપૂત બ્રાહ્મણ સહિત દરેક સમાજ ને અનામત આપવી જોઈએ અને આ માટે સંસદમાં કાયદો બનાવવો જોઇએ.

4

અઠાવલેએ કહ્યું કે, હાલમાં મળી રહેલા 49.05 અનામતમાંથી પાટીદારો કે અન્યોને અનામત આપી શકાય નહી પરંતુ તેનાથી અલગ 25 ટકા અનામત આપવું જોઈએ. આ સમાજને અનામત આપવાથી સામાજિક એકતા બનશે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતમાં આવી મોદી સરકારના ક્યા મંત્રીએ કહ્યું કે-પાટીદારોને કેટલી મળવી જોઇએ અનામત?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.