અમદાવાદઃ ગોલ્ડ લૂંટ કેસમાં થયો મોટો ખુલાસો, જાણો ભાઈ-બહેનને લૂંટ માટે માતાએ શું સાવચેતી રાખવા કહ્યું'તુ
આરોપીની માતાએ SMS કરીને આરોપી સાગર અને પિંકીને ગુનો છુપાવવાની પદ્ધતિઓ સીખવી હતી. લૂંટ કરતી વખતે ક્યાંય પણ ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે માતાએ જ પોતાના પુત્ર પુત્રીને SMS કરીને હાથમાં પાવડર લગાવવાની સૂચના આપી હતી. એટલું જ નહીં ખુદ માતાએ જ ગુનો આચરવા પુત્ર-પુત્રીને સુઝબુઝથી કામ કરી પરત ફરવાની સુચના આપી હતી. અને બાદમાં મેસેજ કર્યો કે, કાલનો સુરજ અને તમારી નવી સવાર ટેન્શન ફ્રીવાળી ઉગે તેવો સંદેશ પાઠવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુનો આચર્યા બાદ એટલે કે, લૂંટ કર્યા બાદ આરોપી સાગર અને પિંકીએ કામ પૂર્ણ થયું હોવાનો મેસેજ પણ માતાનો મોકલ્યો હતો. આરોપીની માતા સાથે થયેલી વાતચીત પ્રમાણે ભાઈ-બહેન રાત્રે 12.34 કલાકે લૂંટ કરવા નિકળ્યા હતા. અને વહેલી સવારે 4.17 વાગ્યે લૂંટને અંજામ આપી ઘરે પરત ફર્યા હતા.
અમદાવાદઃ અમદાવાદના મીઠાખળીમાં SIS કંપનીમાં 14 કિલો સોનાની લૂંટ પ્રકરણમાં આરોપી ભાઈ-બહેનની માતા-પિતા સાથે થયેલી વાતચીતના અંશો સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાંચે બંને આરોપીની ધરપકડ બાદ આ ખુલાશો સામે આવ્યો છે. આરોપી પિંકી અને સાગર જ્યારે લૂંટ કરવા ગયા તે પહેલા બંને પોતાની માતા સાથે વાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -