24 કલાકમાં ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના, જાણો ક્યા વિસ્તારમાં પડી શકે છે વરસાદ
અમદાવાદ: આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તેમજ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સર્જાયેલાં ડીપ ડિપ્રેશનની અસરોને કારણે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયારે અપર એર સાયક્લોનીક સરક્યુલેશનની અસરોને કારણે આગામી 24 કલાકમાં ખાસ કરીને રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જયારે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
જો કે, મધ્યપ્રદેશમાં સર્જાયેલાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરોથી આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન એટલે કે 11, 12 અને 13મી ઓકટોબર દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડીને 35થી 36 ડિગ્રી પહોંચવાને પગલે ગરમીમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -