UPSCના ફાઈનલ રિઝલ્ટમાં ગુજરાતના 20 ઉમેદવારો પાસ, જાણો કયા ઉમેદવારોનો કયો છે રેન્ક, જાણો વિગત
અમદાવાદ: યુપીએસસી દ્વારા મેઈલ પરીશ્રા બાદ લેવાયેલા ઈન્ટરવ્યુના પરિણામ સાથે 2017ની સિવિલ સર્વિસીઝની ભરતી માટેનું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી આ વર્ષે 20 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. ગત વર્ષ કરતાં ગુજરાતમાંથી આ વર્ષે વધુ ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમમતા પોપટ 45, ઉમેશ પ્રસાદ ગુપ્તા 179, કૃતિ પટેલ 218, સૌરભ ગર્ગ 283, પારિતોષ વ્યાસ 342, અશોક ગોધાણી 365, પંકજ તિવારી 400, નવોદિત વર્મા 521, હસન સફીન 570, રિયાઝ સરવૈયા 801, નિતેશકુમાર 806, આશીષકુમાર 817, દર્શન પ્રિયદર્શીની 828, મોહીત પંચાલ 846, દેવેન્દ્ર કેશવાલા 902, ભરત ચાવડા 920, અમિતા પારઘી 936, ચિરાગ જીરવાલ 938.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુપીએસસી પાસ કરનાર ગુજરાતના ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, દરેક ગુજરાતી ઉમેદવાર જેમણે યુપીએસસી પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે તેમને અભિનંદન.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જીલ્લાના કેશોદમાંથી ભણેલી યુવતી મમતાએ યુપીએસસીના ફાઈનલ પરિણામમાં 45મો રેન્ક મેળવ્યો છે અને ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. મમતાએ કેશોદમાં ધોરણ 12 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ અમદાવાદમાંથી બીએસસી કર્યું હતું અને ત્યાર બાદ તે જીપીએસસી પાસ કરીને ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ માટે પણ સિલેક્ટ થઈ હતી. મમતા હાલ અમદાવાદમાં તેના પતિ સાથે રહે છે અને તેઓ કહે છે તે મને ખૂબ જ ખુશી છે કે યુપીએસસીમાં સિલેક્ટ થઈ છું.
ગત વર્ષે યુપીએસસીના ફાઈનલ પરિણામમાં ગુજરાતના 14 ઉમેદવારો ફાઈનલ લિસ્ટમાં હતા અને વેઈટિંગ લિસ્ટ ખુલતા વધુ પાંચ ઉમેદવારો સિલેક્ટ થયા હતા.
ગુજરાતમાંથી આ વર્ષે 20 ઉમેદવારો સિલેક્ટ થયા છે. જેમાં 19 ફાઈનલ લિસ્ટમાં છે અને 1 ઉમેદવાર પ્રોવિઝનલ લિસ્ટમાં છે. 20 ઉમેદવારોમાં 3 મહિલા અને 17 પુરુષ ઉમેદવાર છે. આ તમામ 20 ઉમેદવારો સ્પીપાના છે. 20 ઉમેદવારોમાં 16 ઉમેદવારોનું માધ્યમ અંગ્રેજી છે અને 4 ઉમેદવારોનું હિન્દી મીડિયમ હતું.
આ ઉપરાંત ગ્રુપ એની કે સેન્ટ્રલ સર્વિસીઝની 565 તથા ગ્રુપ સર્વિસીઝની 121 જગ્યાઓ છે. જેમાં ફિઝિકલ હેન્ડિકેપ વેકેન્સ સાથે 1085 જગ્યાઓ છે. યુપીએસસી દ્વારા 990 ઉમેદવારોના નામ સાથેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરાયું છે. ઉપરાંત કેટલાક ઉમેદવારોને પ્રોવિઝનલ વેઈટિંગ લિસ્ટમાં મુકાયા છે.
યુપીએસસી દ્વારા આ વર્ષે સિવિલ સર્વિસિઝની જુદીજુદી 990 જગ્યા માટે ભરતી પ્રક્રિયા કરાઈ છે. જેમાં જનરલ કેટેગરીની 476, ઓબીસીની 275, એસસી કેટેગરીની 165, એસટી કેટેગરીની 74 જગ્યા છે. જ્યારે સિવિલ સર્વિસીઝ (આઈએએસ)ની 180, ઈન્ડિયન પોલીસ સર્વિસીઝની 150 તથા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસીઝની 42 જગ્યા છે.
યુનિયન પબ્લિક સર્વિસ સર્વિસ કમિશન દ્વારા આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિતની વિવિધ સિવિલ સર્વિસિઝની જગ્યાઓ માટે દર વર્ષે ભરતી પ્રક્રિયા કરાય છે. જેમાં સૌપ્રથમ પ્રીલીમ રીટર્ન ટેસ્ટ તૈયાર બાદ મેઈન લેખિતચ પરીક્ષા અને ત્યાર બાદ પર્સનલ ઈન્ટરવ્યુ પ્રક્રિયા કરવામાં આવે છે.
ગત ફેબ્રુઆરીમાં મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં સમગ્ર દેશમાંથી 2568 ઉમેદવારોને ઈન્ટરવ્યુ પ્રક્રિયા માટે સિલેક્ટ કરાયા હતા અને જેમાં ગુજરાતના 44 ઉમેદવારો હતો. આ 44 ઉમેદવારોમાંથી ફાઈનલ રિઝલ્ટમાં 20 ઉમેદવારો સિલેક્ટ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -