નારાજ અર્જૂન મોઢવાડિયાને મનાવવા લોકસભા ચૂંટણીમાં રાહુલે સોંપી કઈ મહત્વની જવાબદારી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2019 12:18 PM (IST)
1
અમદાવાદઃ જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવે છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની કવાયત તેજ કરતાં રાજ્યમાં જૂદી જૂદી સાત મહત્વની કમિટીઓની જાહેરાત કરી છે. આ કમિટીઓમાં કોંગ્રેસના ટોચના નેતાઓને સ્થાન અપાયું છે.
2
ઈલેક્શન મેનેજમેન્ટ સમિતિના ચેરમેન તરીકે અર્જૂન મોઢવાડિયાની નિમણૂંક કરાઈ છે. આ ઉપરાંત કન્વીનર તરીકે મૌલિન વૈષ્ણવની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ 9 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.