પાટીદાર અનામત આંદોલન વિશે ભાજપમાં જોડાયેલ વરુણ પટેલે શું કર્યો ધડાકો, જાણો વિગતે
વરુણ પટેલનું કહેવું છે કે પાટીદાર અનામત આંદોલનને કોંગ્રેસ તરફથી માતબર રકમ મળતી આવતી હતી. જેનો વરૂણ પટેલ સાક્ષી પણ રહી ચૂક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ મામલે અનેકવાર કોંગ્રેસ નનૈયો ભણી ચૂકી છે. થોડાં દિવસ પહેલા જ શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું હતું કે પાટીદાર સમાજ સક્ષમ સમાજ છે. તે પોતાની માંગણીઓ માટે આંદોલન ચલાવવા પૂરેપૂરો સક્ષમ છે. આ વાતમાં કોઈ દમ નથી. પણ હવે વરુણે પક્ષના રાજકીય નેતાઓના નામ જાહેર કરવાની ચીમકી આપી છે.
જો હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસના નેતાઓને સપોર્ટ કરવાનું કહેશે તો હું કોંગ્રેસના નેતાઓના નામ પુરાવા સહિત જાહેર કરીશ. મારે એ કોઈ નામો જાહેર કરવા નથી કારણ કે એ પાટીદાર અનામત આંદોલન સમિતિનું સીક્રેટ કહેવાય. પણ જો હાર્દિક કોંગ્રેસને જિતાડવાની નીતિ રાખશે તો આ સીક્રેટ હું જાહેર કરીશ તેવી ચીમકી આપી હતી.
વરુણ પટેલે એવો સ્પષ્ટપણે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, અનામત આંદોલન પાછળ કોંગ્રેસનો જ હાથ છે. તેમના દ્વારા જ જરૂર પડે આર્થિક સહાય પૂરી પાડવામાં આવતી હતી.
આ પક્ષના નેતાઓ વિશે અત્યારે નામો નહીં આપું, પણ ભવિષ્યમાં હું એ બધાં નામો જાહેર કરીશ તેવું હાર્દિક પટેલને કોંગ્રેસના એજન્ટ કહેવાનારા વરુણ પટેલે આંદોલન અંગે જણાવ્યું હતું.
અમદાવાદ: પાટીદાર અનામત સમિતિના પૂર્વ કન્વિનર અને ભાજપના નેતા વરુણ પટેલે એવો ધડાકો કર્યો હતો કે આ પાટીદાર અનામત આંદોલન પાછળ આ રાજકીય પક્ષનો હાથ છે. જ્યારે જ્યારે આર્થિક સહકારની જરૂર પડે ચે ત્યારે ત્યારે તે આ રાજકીય પક્ષ દ્વારા પહોંચતી કરવામાં આવતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -