અમદાવાદમાં ભાજપના કયા MLAને લોકોએ ધક્કે ચઢાવી કર્યો ટપલીદાવ, ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું?
અમદાવાદ: ભાજપ દ્વારા ગુજરાતભરમાં 7થી 12 નવેમ્બર સુધી ‘ગૌરવ લોક સંપર્ક’નો આરંભ કરવામાં આવ્યો છે. પરંતુ પ્રથમ ગ્રાક્ષે જ મક્ષિકા આવી હોય એવી સ્થિતિ ભાજપ માટે ઊભી થઈ હતી. જેમાં એક જગ્યાએ પોલીસ અધિકારીઓએ મરણ પ્રસંગે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમને રોકી દીધો હતો. તો બીજી બાજુ અસારવામાં ભાજપના ધારાસભ્ય આર.એમ. પટેલનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેઓએ બળજબરીથી ચાદર હટાવી દઈને બધાંને ઉભા કરી સાઈડમાં ખસેડી દીધા હતા. ત્યાર બાદ ફરીથી શેતરંજી પાથરી પરિવારે અધુરો રહી ગયેલો ધાર્મિક કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો. આવી બે ઘટનાના પગલે ધારાસભ્ય આર.એમ.પટેલને લોકોનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદના અસારવાના નિલકંઠ મહાદેવ, જોગણીના મંદિર, વાસુદેવપુરા ભિલવાસ ખાતે નિવૃત્ત અધિકારી અને અસારવાનાં ભાજપના ધારાસભ્ય આર.એમ.પટેલ ઘરે ઘરે જઈને લોકસંપર્ક કરવા કાર્યકરો સાથે નીકળ્યા હતા.
બીજી ઘટનાં અમદાવાદના નારણપુરામાં બની હતી. પારસનગર-3 ખાતે એક પરિવારને ત્યાં મરણ પ્રસંગ નિમિત્તે નાનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગલીમાં મોટી સફેદ શેતરંજી પાથરી સફેદ વસ્ત્રોમાં સ્ત્રી-પુરૂષો બેઠા હતા. આ પસંગ્રે પોલીસ અધિકારીઓ અને કમાન્ડો આવી પહોંચ્યા હતા.
ધારાસભ્યએ તેઓને શાંતિથી સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ગુસ્સામાં આવી ગયેલા લોકોએ તેમની કોઈ વાત સાંભળી નહોતી અને તેમને ધક્કે ચઢાવ્યા હતા. સ્થિતિ વણસવાની ભીતિ લાગતા જ તેઓ તુરંત ત્યાંથી નીકળી ગયા હતા.
ભાજપના ધારાસભ્ય આર.એમ.પટેલે લોકોને મળવાનું શરૂ કર્યું હતું ત્યારે તુરંત જ ઘણી મહિલાઓએ સંભળાવી દીધું હું કે, તમે અમારા માટે કશું કર્યું નથી. અહીં આવવાની જરૂર નથી, પાછા જતાં રહો. ત્યારબાદ અન્ય લોકોએ પણ ધારાસભ્ય સામે આક્રોશ ઠાલવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -