રેશ્મા પટેલના ફોટા મોર્ફ કરવા બદલ કઈ પાંચ વ્યક્તિ સામે નોંધાઇ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ?
રેશ્મા પટેલના મોર્ફ ફોટો પણ વાયરલ કરાયા હતા. ફેક આકાઉન્ટ મારફતે રોજબરોજ ફેક મેસેજ વાયરલ કરાય છે. જેને કારણે રેશ્મા પટેલની ઇમેજને ધક્કો પહોંચે છે. તેમની પોસ્ટ ગંભીર પ્રકારની છે જેને કારણે રેશ્મા પટેલને શરમમાં મુકાવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરજદાર સની પટેલ દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશનમાં રજૂઆત કરાઈ છે કે, 25મી ઓક્ટોબરે તેમણે ફેસબુક મારફતે વાંધાનજક તસવીરો વાયરલ કરવા બાબતે એક ફરિયાદ આપી હતી. તે બાબતે એફઆઇઆર નોંધાઇ હતી. ફેક ફેસબુક યૂઝર દ્વારા રેશ્મા સામે તિરસ્કાર કે ઘૃણા થાય તેવી સ્પીચ પણ વાયરલ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના એસીપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આઈટી એક્ટ મુજબ નટુ ભૂટાની, રવજી પટેલ, આહિર ભીમજી, ત્રિકમ તલવાર અને હીરજી હીરાઘસુ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદ: પાસના પૂર્વ કન્વીનર અને ભાજપના કાર્યકર રેશ્મા પટેલની વાંધાજનક તસવીરો અને કોમેન્ટ ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર પાંચ લોકો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાઈબર સેલને ફરિયાદ નોંધવા આદેશ આપ્યા પછી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -