સોમવારે રાત્રે ભાનમાં આવ્યા પછી ડો. તોગડિયા સૌથી પહેલાં હાર્દિક પટેલના ક્યા ખાસ માણસને મળ્યા ? જાણીને ચોંકી જશો
આજે સવારે ડો. તોગડિયાએ પત્રકાર પરિષદ કરી હતી અને સોમવારના ઘટનાક્રમ અંગે વાતો કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે ઘણા સમયથી મારા અવાજ દબાવવા પ્રયાસ થઇ રહ્યાં છે. તેમણે આક્ષેપે કર્યો કે, મારું એન્કાઉન્ટર કરાવવાનું કાવતરું ઘડાયું છે. આ વાત કરતાં કરતાં તેઓ રડી પડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે શરૂ કરેલા પાટીદાર અનામત આંદોલનને પાટીદાર સમાજના કેટલાક વગદાર નેતાઓ અંદરખાને મદદ કરી રહ્યા હોવાના અહેવાલ પહેલાં આવ્યા હતા. આ નેતાઓમાં ડો. પ્રવિણ તોગડિયા પણ છે તેવી અટકળો પણ તેજ બની છે.
ડો. તોગડિયા અડધી રાત્રે બાબુભાઈ માંગુકિયાને કેમ મળ્યા એ સવાલનો જવાબ નથી મળ્યો પણ બંનેની મુલાકાતને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલ અને ડો. તોગડિયા વચ્ચે અંદરખાને સાંઠગાંઠ છે કેશું તેવો સવાલ પણ પૂછાવા લાગ્યો છે.
અમદાવાદઃ સોમવારે વાસી ઉતરાયણની સવારે 9 વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદના પાલડી ખાતે આવેલા મુખ્યમથકેથી વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયા ગૂમ થયા હતા અને 11 કલાક બાદ બેભાન હાલતમાં મળ્યા હતા. તોગડિયાને લગતા આ ઘટનાક્રમે ભારે ખળભળાટ મચાવ્યો છે.
બીજી તરફ આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે કેમ કે રાત્રે ભાનમાં આવ્યા બાદ ડો. પ્રવિણ તોગડિયા પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલની અત્યંત નીકની વ્યક્તિને મળ્યા હતા. આ વ્યક્તિ કોંગ્રેસના નેતા અને હાર્દિક પટેલના ભૂતપૂર્વ વકીલ બાબુભાઈ માંગુકિયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -