તોગડિયા 11 કલાક સુધી ક્યાં હતા? તોગડિયા પોતે કરશે ખુલાસો, જાણો ક્યારે?
અમદાવાદઃ ગઈ કાલે સોમવારે સવારે રહસ્યમય રીતે ગુમ થયેલા વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા 11 કલાક બાદ બેભાન હાલતમાં કોતરપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા. 108 દ્વારા તેમને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેઓ ભાનમાં આવી ગયા છે અને તોગડિયા હાલ ધીમે ધીમે વાત કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રવીણ તોગડિયાના ગુમ થવાના અને અર્ધબેભાણ હાલતમાં મળવા મુદ્દે કૉંગ્રેસે સવાલ છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાન પોલીસ કેમ આવી હતી તોગડિયાને લેવા, તમામ મુદ્દાઓની સરકાર કરે સ્પષ્ટતા.
પ્રવીણ તોગડિયા બેભાન હાલતમાં કોતરપુર વિસ્તારમાંથી મળી આવ્યા પછી 108 દ્વારા તેમને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રારંભિક તપાસમાં શુગર લો થવાથી તેઓ બેભાન થયા હતા. આ સમાચાર મળતાં જ માહોલ ગરમાયો હતો. અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, મોરબી સહિત અનેક શહેરોમાં વીએચપી કાર્યકરોએ દેખાવો કર્યા હતા.
હાલમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત પી. સી. શાસ્ત્રીએ તોગડિયા સાથે વાતચીત કરી છે. આ તરફ પ્રવીણ તોગડિયા અગિયાર વાગ્યાની આસપાસ પત્રકાર પરિષદ યોજીને પોતાના લાપતા થવાના અહેવાલો પર સ્પષ્ટતા આપી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -