વિજય રૂપાણી સહિત 25 પ્રધાનોએ લીધા શપથ, જાણો કોણ બન્યા કેબિનેટ પ્રધાનો, કોણ રાજ્ય કક્ષાના ?
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીએ આજે બપોરે 12.39 કલાકના વિજય મુહૂર્તમાં મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. રૂપાણી ઉપરાંત 8 કેબિનેટ કક્ષાના અને 16 રાજ્ય કક્ષાના પ્રધાનોએ પણ શપથ લીધા હતા. વિજય રૂપાણીનું સંપૂર્ણ પ્રધાનમંડળ અને ક્યો પ્રધાન ક્યા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધીત્વ કરે છે તેની વિગતો નીચે પ્રમાણે છે.
રાજ્ય કક્ષાના પ્રધાનો (સંભવિત) શંકરભાઈ ચૌધરી (વાવ-બનાસકાંઠા જિલ્લો) પ્રદિપસિંહ જાડેજા (વટવા-અમદાવાદ શહેર) જયંતિભાઈ કવાડિયા (ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર જિલ્લો) નાનુભાઈ વાનાણી (કતારગામ-સુરત શહેર) પરશોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય-ભાવનગર જિલ્લો) જશાભાઈ બારડ(સોમનાથ-ગિર સોમનાથ જિલ્લો) બચુભાઈ ખાબડ (દેવગઢબારિયા-દાહોદ જિલ્લો) જયદ્રથસિંહ પરમાર( હાલોલ-પંચમાહલ જિલ્લો) ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર-ભરૂચ જિલ્લો) વલ્લભ કાકડિયા (ઠક્કરબાપાનગર-અમદાવાદ શહેર) રાજેંદ્ર ત્રિવેદી (રાવપુરા-વડોદરા શહેર) કેશાજી ચૌહાણ(દિયોદર-બનાસકાંઠા) રોહિત પટેલ (આણંદ-આણંદ જિલ્લો) વલ્લભભાઈ વઘાસિયા ( સાવરકુંડલા-અમરેલી) નિર્મલા વાધવાની (નરોડા-અમદાવાદ શહેર) શબ્દશરણ તડવી (નાંદોદ-નર્મદા જિલ્લો)
કેબિનેટ પ્રધાનો વિજય રૂપાણી (રાજકોટ-2) નીતિન પટેલ (મહેસાણા) ભૂપેંદ્રસિંહ ચૂડાસમા (ધોળકા-અમદાવાદ જિલ્લો) બાબુભાઈ બોખીરિયા (પોરબંદર-પોરબંદર જિલ્લો) જયેશ રાદડિયા (જેતપુર-રાજકોટ જિલ્લો) ગણપત વસાવા (માંગરોળ-સુરત જિલ્લો) આત્મારામ પરમાર(ગઢડા-બોટાદ જિલ્લો) દિલીપ ઠાકોર (ચાણસ્મા-પાટણ જિલ્લો) ચીમનભાઈ સાપરિયા (જામજોધપુર- જામનગર જિલ્લો)