ગુજરાતના આ શહેરમાં ભાજપ કયા નેતાના અન્ય યુવતીઓ સાથે અશ્લિલ ફોટો થયા વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ મામલે વઢવાણ શહેર યુવા ભાજપ પ્રમુખ શૈલેન જાનીએ જણાવ્યું હતું કે, દિપણભાઈ વઢવાણ ભાજપના હોદ્દેદાર હતા પરંતુ સતત ગેરહાજર રહેતા થોડા દિવસો પહેલા જ તેમને આ હોદ્દા પરથી છૂટા કરી દીધાં છે.
બિભત્સ ફોટાઓ વાયરલ થયાની ઘટનાનાં પગલે યુવા ભાજપની છાવણીમાં સોપો પડી ગયો હતો. જ્યારે આ ઘટના મામલે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ રાઠોડે દીપણ વાણીયાને મંત્રી પદેથી અઠવાડિયા પહેલા છૂટા કરી દીધાં હોવાની માહિતી સામે આવી છે.
સુત્રો પ્રમાણે વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રી પદે દિપક વાણીયા હતાં. પરંતુ રવિવારે એકાએક સોશિયલ મીડિયામાં શહેર યુવા ભાજપ મંત્રીના બિભત્સ ફોટા યુવતીઓ સાથેને સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ વાયરલ થતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો.
વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રીના જુદી-જુદી યુવતીઓ સાથેના અશ્લીલ ફોટા અને તે પણ ગરવી ગુજરાત બીજેપીના વોટસએપ ગ્રૂપથી વાયરલ થતાં ચકચાર ફેલાઈ ગઈ છે. જોકે યુવા ભાજપના મુખ્ય હોદ્દેદારોએ ફોટો વાયરલ થયા બાદ હોદ્દેદારોને થોડા સમય પહેલા છૂટા કરી દીધાની માહિતી મળી છે.
સુરેન્દ્રનગર: વઢવાણ શહેર યુવા ભાજપ મંત્રીના અન્ય યુવતી સાથે બિભત્સ હાલતમાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપની યુવા છાવણીમાં ગરમાવો વ્યાપી ગયો છે. આ ફોટો વાયરલ થતાં કેટલાંક નેતાઓની તો બોલતી બંધ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનાં પગલે સ્થાનિક પોલીસે પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -