ગુજરાતમાં ક્યારથી ચોમાસુ બેસશે ? હવામાન વિભાગે શું કરી આગાહી ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે પણ અમરેલીના ધારીના દલખાણિયામાં વરસાદ પડ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી તાપમાન 40 ડિગ્રીની ઉપર જઈ રહ્યું હતું તેની વચ્ચે અચાનક તાપમાનમાં ઘટાડો આવતા લોકો ઠંડક તો મળી જ છે. ઉપરાંત તેની સાથે સારો વરસાદ થવાની આશા પણ બંધાઈ રહી છે.
જો કે ગુજરાત પર પવનની સાથે સાથે ભેજનુ પણ પ્રમાણ વધી રહ્યુ છે. જેના કારણે ગરમીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, અને ભેજના કારણે બફારાનુ પ્રમાણ વધ્યુ છે. ચોમાસુ થોડા જ દિવસોમાં આખા રાજ્યમાં આવી પહોંચશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. જો કે 10 થી 13 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સાથે સાથે ચોમાસુ બેસી જવાની પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.
અમદાવાદઃ પ્રિમોન્સૂન ગતિવિધના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી રહ્યો છે. રવિવારે દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ મેઘરાજાએ વાવાઝોડા સાથે પધરામણી કરી હતી. અત્યાર સુધીમાં રાજ્યના 7 મોટા શહેરોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -