હાર્દિક પટેલના ઉપવાસને લઈને DyCM નીતિન પટેલે શું કહ્યું? જાણો વિગત
મનોજ પનારાએ જણાવ્યું હતું કે, આજે 3 વાગ્યે ખોડલધામ નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલના હાથે હાર્દિક પટેલ પારણાં કરશે. ત્યારબાદ આંદોલન શાંત પડી જાય તેવું લાગી રહ્યું છે. જેને લઈને હાલ એક પછી એક દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. હાલ ગુજરાતના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે હાર્દિક પટેલના ઉપવાસ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી પોતાની ત્રણ મુખ્ય માંગને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. જોકે આજે હાર્દિક પટેલ પારણાં કરશે તેવી મનોજ પનારાએ જાહેરાત કરી હતી. હાર્દિકના ઉપવાસને લઈને નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે રાજ્યનો કોઈ પણ સમાજ પોતાની માંગણી કે મળવા આવે તો અમે તેમને સમય આપીએ છીએ. હાર્દિક પટેલના આ નિર્ણયની જાણ અમને આજે મળેલી મંત્રીમંડળની મીટિંગમાં થઈ હતી.
હાર્દિકે પારણાં કરવાનો થોડો મોડો નિર્ણય લીધો તેને આ નિર્ણય પહેલાં કરવાની જરૂર હતી. મારે હાર્દિકને પૂછવું છે કે, જેને ગુજરાત સાથે કોઈ લેવા દેવા નથી, તેમના હાથે પાણી કેમ પીધું? હાર્દિકે નરેશ પટેલના આદરનો અનાદર કર્યો છે.
હાર્દિકના પારણાં અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે સમાજના અગ્રણીઓની લાગણી દુભાવી છે. હાર્દિકે શરદ યાદવના હાથે પાણી પીને સમાજનું અપમાન પણ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -