અમદાવાદમાં સપાટો બોલાવનાર આ IPS અને IAS અધિકારીની બદલીની વાતને લઈને શહેરીજનોએ શું કર્યું, જાણો વિગત
અમુક વિધ્નસંતોષીઓ આવા અધિકારીઓને હટાવવામાં કામે લાગી ગયા છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે એકાએક બન્ને અધિકારીઓની બદલીઓના ભણકારા શહેરીજનો સુધી પહોંચી જતાં બદલીઓ અટકાવવા માટે શહેરીજનોએ સોશિયલ મીડિયામાં જબરદસ્ત મારો ચલાવ્યો છે અને પ્રજાને જાગૃત થવા અપીલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, 10 દિવસમાં અમદાવાદની રોનક બદલી નાખનાર બન્ને કમિશનરની બદલીઓ રોકો જો આ બદલીઓ રોકવામાં નહીં આવે તો આપણું શહેર કોઈ દિવસ સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત નહીં થાય. બન્ને અધિકારીઓની આ ઝુંબેશ દરમિયાન ટ્રાફિકના નિયમનુ ભંગ કરીને હસતા મોઢે દંડ ભરીને સહકાર આપી રહ્યા છે.
અમદાવાદના બે કમીશનરની કામગીરીથી લોકો બહુ જ ખુશ છે. લોકોએ ટ્રાફિક ઝુંબેશ પોલીસ કમિશનર એ.કે.સિંઘ અને સ્વચ્છતા માટે વિજય નહેરાની કામગીરીથી સંતુષ્ટ હોવાની વાત કરી હતી. પરંતુ જે પ્રમાણે આ બને લોકોની કામગીરી થઈ છે તેને લઈને અમુક લોકોના પેટમાં તેલ રેડાયું છે.
આ મામલામાં હાઈકોર્ટના આદેશ અનુસાર છેલ્લા 15 દિવસથી ટ્રાફિક અને દબાણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે અમદાવાદ મહાનગર પાલિકા અને શહેર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. જેના કારણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ટ્રાફિકની અડચણ દુર કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેને નાગરિકોનો પણ હકારાત્મક સહકાર મળી રહ્યો છે.
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસથી ટ્રાફિક અને દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં હાઈકોર્ટના આદેશ અનુસાર ટ્રાફિક અને દબાણ હટાવવાની ઝુંબેશ કરી રહેલા અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંહ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની કામગીરીથી શહેરીજનો સંતુષ્ટ છે. ત્યારે આ બન્ને અધિકારીઓની બદલીઓની વાત ચાલુ થતાં શહેરીજનો એકાએક જાગૃત થઈ ગયા હતા અને બંને અધિકારીઓની બદલીઓ અટકાવવા સોશિયલ મીડિયામાં મારો ચલાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -