તન્ઝીમ-પરિવારને શ્રીનગરમાં આતંકીઓના સમર્થકોનો થયો કેવો કડવો અનુભવ? જાણો
અમદાવાદઃ અમદાવાદની તન્ઝીમ તેના પરિવાર સાથે આજે કાશ્મીરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવવા માટે ગઈ હતી. આ અગાઉ જ દિલ્લીમાં તેના પરિવારને અલગાવવાદીઓની ધમકી મળી હતી. આમ છતાં તેને અવગણી શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓ કાશ્મીરના લાલચોકમાં ધ્વજ ફરકાવવા માગતા હતા, પરંતુ તેમને સુરક્ષાના કારણોસર ત્યાં જવાની મંજૂરી મળી નહોતી અને તેમને શ્રીનગર એરપોર્ટથી જ પરત મોકલી દેવાયા હતા. જોકે, તેમને એરપોર્ટ પર ધ્વજ ફરકાવવાનો મોક મળ્યો હતો. પરંતુ અહીં તેમને ક્યારેય ન ભુલાય તેવો કડવો અનુભવ થયો હતો. આતંકીઓના સમર્થકો અંગે શું થયો કડવો અનુભવ તે જાણવા આગળની સ્લાઇડ સ્ક્રોલ કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેરાણી પરિવાર શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેમની આઇબીના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરાઈ હતી. તેમજ તેમની આવા-ગમનની માહિતી મેળવી હતી. દરમિયાન ગોપાલ પટેલ નામની વ્યક્તિ તેમના સમર્થન માટે ત્યાં આવી પહોંચ્યા હતા.
આ મહોલ ઊભો થતાં જ અને સ્થિતિ વણશે તે પહેલા પોલીસ અને આર્મીના જવાનો આવી પહોંચ્યા હતા. તેમજ આખો હોલ ખાલી કરાવ્યો હતો અને આર્મીએ તેનો કબ્જો મેળવી લીધો હતો. બીજી તરફ મેરાણી પરિવારને અન્ય ગેટમાંથી અંદર લઈ જવામાં આવ્યા હતા. આ પછી તેમને દિલ્લી પરત મોકલા હતા. દિલ્લી એરપોર્ટ પર પણ આઇબીના માણસોએ તેમની પૂછપરછ કરી હતી. મેરાણી પરિવાર અત્યારે પહાડગંજની એક હોટલમાં રોકાયો છે. આગળ વાંચો, એરપોર્ટ પર ધ્વજ ફરકાવ્યો તે પહેલા શું થયું હતું?
મેરાણી પરિવાર સાથે ફ્લાઈટમાં દિલ્લીથી 15-20 જેટલા સમર્થકો પણ ચડ્યાં હતા. મેરાણી પરિવારને એરપોર્ટ પર વીઆઈપી લોન્જમાં લઈ જવાયો હતો અને ત્યાં તેમને ચા-પાણી સહિતની તમામ વીઆઈપી ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી. તમામ અધિકારીઓએ તન્ઝીમને તેણે કરેલા સાહસ બદલ શાબાશી પણ આપી હતી.
શ્રીનગર એરપોર્ટના ટર્મિનલ પર તન્ઝિમ અને તેના પરિવાર ત્રિરંગો લહેરાવ્યો હતો અને બધાએ 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. દરમિયાન આસપાસમાંથી કેટલાક આતંકવાદીઓના સમર્થકો આવી પહોંચ્યા હતા અને તેમણે 'હમે ચાહીયે આઝાદી' અને 'કાશ્મીર કો ચાહિયો આઝાદી'ના નારા લગાવ્યા હતા. જોત જોતામાં તો આ ટોળું વધી ગયું હતું અને ભારતવિરોધી નારેબાજી શરૂ કરી દીધી હતી. આવો માહોલ સર્જાયા પછી શું થયું, તે જાણવા આગળ સ્ક્રોલ કરો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -