પાટીદારોને પછાત ગણીને અનામત આપી શકાય કે નહીં ? પછાત વર્ગ પંચે શું આપ્યો હતો અહેવાલ ?
જો કે, કેટલાક સમુદાયોને તેમની કામગીરી અથવા આવકના ધોરણોના આધારે પછાત તરીકે વર્ગીકૃત કરવા સામે બંધારણમાં કોઈ બાદ્ય ન હોવાનું પણ એનસીબીસીએ ઉમેર્યું હતું. પણ માત્ર આર્થિક માપદંડના આધારે આ પ્રકારે વર્ગીકરણ ન કરી શકાય એવું સ્પષ્ટપણે આ રિપોર્ટમાં જણાવાયું છે.
મહત્વનું છે કે, એનસીબીસીના રિપોર્ટમાં કહેવાયું હતું કે, સમાજના પછાત વર્ગો સિવાયના એવો ભાગ કે જે અન્ય આર્થિક પછાત ગણાય છે, જેને સરકારી અનામત યોજનાનો લાભ મળતો નથી. તેમને લાભ આપવા માટે 10 ટકા ઈબીસી અનામત લાવવું એ ગેરબંધારણીય છે.
રાજ્ય સરકારે ઈબીસી અંતર્ગત પાટીદારોને 10 ટકા અનામત આપી છે અને આ અંગેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે હવે કોંગ્રેસે પણ પાટીદારોને ઈબીસી અનામત આપવાની ફોર્મ્યુલા આપી હતી પણ આ અનામત ગેરબંધારણીય હોવાથી પાટીદાર સમાજે તેને નકારી કાઢી છે.
પાટીદાર સમાજ માટે આ અહેવાલ મહત્વનો છે કેમ કે તેમાં ઈબીસી અનામતને ગેરબંધારણીય ગણાવાઈ છે પણ સાથે સાથે અહેવાલમાં એમ પણ કહેવાયું છે કે, કેટલાક સમુદાયોને તેમના વ્યવસાય અથવા આવકના ધોરણોના આધારે પછાત તરીકે વર્ગીકૃત કરવા સામે બંધારણમાં કોઈ અવરોધ નથી.
આરટીઆઈ હેઠળ કરાયેલી એક અરજીના જવાબમાં ઘટસ્ફોટ કરાયો છે કે, એનસીબીસીએ સરકારને આપેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ઈબીસી ક્વોટા ગેરબંધારણીય છે. વ્યક્તિની ફક્ત આર્થિક પરિસ્થિતિને આધારે તેને પછાત વર્ગમાં જાહેર કરી તે રીતે અનામતના લાભ આપી ન શકાય છતાં ભાજપે તેનો ખરડો પસાર કર્યો.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના ચાર મહિના પહેલાં કમિશ્નર ફોર બેકવર્ડ કલાસીસ (એનસીબીસી)એ સરકારને 15 પાનાંનો અહેવાલ આપીને આર્થિક રીતે પછાત વર્ગ (ઈબીસી)ને અનામત આપવી ગેરબંધારણીય છે તેમ કહ્યું હતું. એ છતાં ગુજરાતની ભાજપ સરકારે પાટીદારોને 10 ટકા ઈબીસી આપવાની જાહેરાત કરી હતી.