અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરવા ગુજરાતના કયા સાંસદ દિલ્હી નહીં જાય, જાણો વિગત
18મી જુલાઈએ શરૂ થયેલા ચોમાસું સત્રના પહેલા જ દિવસે એનડીએની પૂર્વ સહયોગી ટીડીપી સહિત કોંગ્રેસ અને અન્ય પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. સ્પીકર સુમિત્રા મહાજને આ નોટિસ સ્વીકારી લેતા હવે આ મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવશે. દેશ આખાની નજર લોકસભા તરફ મંડાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પહેલી વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા જઈ રહી છે. આજે આ મુદ્દે સંસદમાં ચર્ચા હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ગુજરાતના 26માંથી માત્ર 25 જ ધારાસભ્યો હાજર રહેશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગુજરાતમાં કુલ 26 સાંસદ સભ્યો છે. આ તમામ સાંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. ભાજપના 26માંથી 25 સાસંદ સભ્યો જ દિલ્હી પહોંચ્યા છે. ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયા મતદાન કરવા કે સંસદમાં ચર્ચામાં ભાગ લેવા દિલ્હી નહીં જઈ શકે. વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત છે માટે તેમનું દિલ્હી જવું અશક્ય છે. વિઠ્ઠલ રાદડિયા પોરબંદરથી સાંસદ તરીકે ચૂંટાયા છે.
સંસદમાં વિરોધ પક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. જેને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સ્વીકારતા આ મુદ્દે આજે ચર્ચા હાથ ધરવામાં આવશે. અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવશે. જેના માટે દેશભરમાંથી તમામ પક્ષોના સાંસદો દિલ્હી પહોંચી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -