કયા હોદ્દા પરના ફિક્સ પગારદારોને મળશે નવા પગારનો લાભ? જાણો સંપૂર્ણ વિગતો

આ પગારવધારાનો લાભ ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત ભરતી બોર્ડ, ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તિર્ણ થઇ ઇન્ટરવ્યુ વગેરે પ્રકિયામાં મેરિટથી ફિક્સ પગારની નોકરી મેળવનાર વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, કારકુન, જૂનીયર ક્લાર્ક, હેડ ક્લાર્કને મળશે.
તલાટી, નાયબ મામલતદાર, ઓફિસ આસ્ટિસ્ટન્ટ, પેટા હિસાબનિસ, સુપરવાઇઝર, ઇન્સ્ટ્રક્ટર, આંકડા મદદનીશ, જુનિયર ટેકનિશિયન, નાયબ હિસાબનિસ, નાયબ સેક્શન ઓફિસર, અધિક મદદનીસ ઇજનેર, કચેરી અધિક્ષક, જુનિયર જીયોલોજીસ્ટ, આર્કિટેક્ટ આસિસ્ટન્ટને પણ આ પગારવધારાનો લાભ મળશે.
આ ઉપરાંત પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એ.એસ.આઇ., સુપ્રિટેન્ડન્ટ, આર્કિક્યોલોજીસ્ટ, સ્ટાફ નર્સ, ડ્રાઇવર, વોર્ડ બોય વગેરે ચાર કેડરમાં થતી ભરતીમાં લેવાયેલા કર્મચારીઓને નવા પગારનો લાભ મળશે.
ગાંધીનગરઃ ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફિક્સ પગારદારોને લઈને મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે જ હવે પહેલી ફેબ્રુઆરીથી તમામ ફિક્સ પગારદારોને નવા પગારનો લાભ મળતો થઈ જશે. ફિક્સ પગારદારોના પગારમાં ગુજરાત સરકારે 63થી 124 ટકા સુધીનો વધારો કર્યો છે. જેને કારણે કેટલાક કર્મચારીઓના પગારમાં તો બમણાથી પણ વધુ વધારો થઈ ગયો છે.