✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

SPના ઉચ્ચ હોદ્દા પરથી રાજીનામું આપી ભાજપની ટિકીટ પર ચૂંટણી લડવા માગતા IPS બરંડા કોણ છે ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Nov 2017 10:41 AM (IST)
SPના ઉચ્ચ હોદ્દા પરથી રાજીનામું આપી ભાજપની ટિકીટ પર ચૂંટણી લડવા માગતા IPS બરંડા કોણ છે ?
1

અમદાવાદઃ છોટાઉદેપુરના SP પી સી બરંડાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. બરંડા 2007ની બેંચના આઈપીએસ અધિકારી છે. તેઓ ભીલોડાથી ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. 58 વર્ષીય બરંડાને 2007ની સાતની બેચના આઇપીએસ અધિકારી છે.

2

બરંડા મૂળ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના વાંકાટીંબા ગામના વતની છે. તેઓ 1996માં તે પ્રમોશન મેળવીને ડીવાયએસપી બન્યા હતા અને વર્ષ 2007માં તેમને આઇપીએસ તરીકે પ્રમોશન મળ્યું હતું. તેઓ 2002થી 2007 દરમિયાન મોદીની સુરક્ષામાં હતા. તેઓ અમદાવાદમાં પણ ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

3

પીસી બરંડાએ જણાવ્યું હતું કે, મેં એસપી પદેથી રાજીનામું આપી દીધું છે. મારા વિસ્તારના બે તાલુકા ભીલોડા અને મેઘરજમાં અત્યાર સુધી કોઇ વિકાસ થયો નથી. અત્યાર સુધી જે પણ ધારાસભ્યો હતા, તેમણે કોઇ કામ કર્યું નથી. મને એવું લાગ્યું કે મારે મારા વિસ્તારમાં કામ કરવું જોઇએ, એટલે મે રાજનીતિમાં આવવાનું નક્કી કર્યું અને ભાજપ સાથે જોડાયો છું. હજી સુધી ટીકિટની વાત થઇ નથી પણ મને આશા છે કે ટૂંકમાં જાણકારી મળી જશે.

4

જે બેઠક પરથી તેમનું નામ ચાલી રહી છે, એ બેઠક હાલ કોંગ્રેસના હાથમાં છે. આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અનિશ જોશિયારા વિજયી થયા હતા. તેમને 95799 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે ઉભેલા ભાજપના ઉમેદવાર નિલાબેન માડિયાને 64256 મત મળ્યા હતા. આ બેઠક પર અનિલ જોશિયારા 31543 માર્જીનથી વિજયી થયા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • SPના ઉચ્ચ હોદ્દા પરથી રાજીનામું આપી ભાજપની ટિકીટ પર ચૂંટણી લડવા માગતા IPS બરંડા કોણ છે ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.