Exit Poll 2024
(Source: Poll of Polls)
અમદાવાદમાં બેફામ પ્રદૂષણ, ક્યો રહેણાંક વિસ્તાર છે સૌથી ખતરનાક એ જાણીને લાગશે આઘાત ?
અમદાવાદમાં પીરાણામાં સૌથી વધુ પ્રદુષિત હવા નોંધાઇ હતી. ગુરુવારે પીરાણામાં એર કવોલિટી ઈન્ડેક્સ 396 નોંધાઇ હતી. ત્યારબાદ સૌથી વધુ પ્રદુષિત વિસ્તારમાં નવરંગપુરનો સમાવેશ થાય છે જ્યાં 355 અને રખિયાલમાં 359 નોંધાઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે આ અંગે ગુજરતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના અધિકારીઓએ આ સમસ્યા આટલી ગંભીર હોવાની વાતથી ઈનકાર કર્યુ હતું. ‘GPCB દ્વારા મણિનગર ખાતે એક એર ક્વૉલિટી મોનિટરિંગ સ્ટેશન્સ લગાવવામાં આવ્યું છે. જે અનુસાર અમદાવાદનો AQI 68 હતો જે થોડા સમય માટે વધીને બપોરે 250 સુધી પહોંચ્યો હતો.’
AMC દ્વારા ઈશ્યુ કરાયેલ એડવાઈઝરીમાં જણાવાયું હતું કે, ‘અમદાવાદ માટે ગુરુવારે AQI 311 રહેવાનું અનુમાન છે. જે અત્યંત ખરાબ ગુણવત્તાનું સ્તર છે. હવાની આ ખરાબ ગુણવત્તાનું અસર બાળકો, વૃદ્ધો અને હૃદયરોગીઓ પર ખાસ પડી શકે છે. જેથી આવા લોકોએ વધારે પડતા પ્રદુષણગ્રસ્ત વિસ્તારોમાં જવાનું આજના દિવસ પુરતું ટાળવું જોઈએ અને પ્રદુષણથી બચવા માટેના તમામ જરુરી પગલા લેવા જોઈએ.’
મદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિસ્ટમ ઓફ એર ક્વૉલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચના એર મોનિટરિંગ સ્ટેશન્સના અહેવાલ પર આધાર રાખીને બુધવારે શહેરીજનોને પ્રદુષણના વધુ પડતા સ્તર માટે તૈયાર થઈ જવા માટે સલાહ આપવામાં આવી હતી. બુધવારે અમદાવાદમાં AQI વધીને 290 સુધી પહોંચ્યો હતો. આ એર ક્વૉલિટી ઈન્ડેક્સ 2.5 માઈક્રોન્સ પાર્ટિક્યુલેટ મેટર માટે હતો. જેને ખરાબ ગુણવત્તા તરીકે સાદી ભાષામાં વર્ણવી શકાય.
અમદાવાદઃ દિલ્હી પછી હવે અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ ભયજનક કક્ષાએ પહોંચ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવાઈઝરીમાં ગુરુવારે અમદાવાદમાં પ્રદૂષણની માત્રા (એર કવોલિટી ઈન્ડેક્સ) 311 (અતિ ખરાબ) રહેવાની આગાહી વ્યકત કરી છે. આનો મતલબ થયો કે હવા શ્વાસમાં લઈ શકાય તેવી નથી. કારણથી શહેરની 100 ખાનગી સ્કૂલોમાં પહેલીવાર લાલ ફલેગ ફરકાવી વિદ્યાર્થીઓને એલર્ટ આપવામાં આવશે. અતિ ખરાબ હવાની સીધી અસર બાળકો અને વૃદ્ધો પર થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -