હાર્દિક જેમના ઘરે છ મહિના રહેવાનો છે તે પુષ્કરલાલ ડાંગી કોણ છે ? જાણો સંપૂર્ણ વિગતો
સુરતઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે નવ મહિના પછી જેલની બહાર આવી ગયા છે. હાર્દિક પટેલને છ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે હાઈકોર્ટે જામીન આપ્યા છે. તેના કારણે હાર્દિક પટેલે ગુજરાત બહાર રહેવું પડશે. હાર્દિક પટેલે છ મહિના ગુજરાત બહાર રહેવા માટે રાજસ્થાનના ઉદયપુર પર પસંદગી ઉતારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલ ઉદયપુરમાં 190, શ્રીનાથ નગર, માઉન્ટ સ્કૂલ પાસે, એરપોર્ટ રોડ, ધુજુ કી બાવડી ખાતે રહેવાનો છે. આ એક ફાર્મહાઉસ છે અને આ ફાર્મહાઉસની માલિકી પુષ્કરલાલ પુષ્કરલાલ ડાંગી ઉર્ફે પુષ્કરલાલ પટેલની છે. આમ હાર્દિક છ મહિના માટે પુષ્કર ડાંગીનો મહેમાન બનશે.
પુષ્કરલાલ ડાંગી રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્ય છે. ડાંગી 2008માં કોંગ્રેસની ટિકીટ પર ઉદયપુર જિલ્લાની માલવી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. 2008થી 2013 સુધી તે ધારાસભ્ય હતા. 2013માં ભાજપના વાવાઝોડામાં દલીચંદ ડાંગી સામે તેમની હાર થઈ હતી.
ડાંગી 50 વર્ષના છે અને ધોરણ 10 સુધી ભણેલા છે. તેમને સંતાનોમાં બે દીકરા અને એક દીકરી છે. વ્યવસાયે ખેડૂત ડાંગી સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતા ગણાય છે. તેમની સામે એક પણ ક્રિમિનલ કેસ થયેલો નથી અને બીજા કોઈ જ વિવાદો તેમના નામે બોલતા નથી.
પુષ્કરલાલ ડાંગીએ 2013ની ચૂંટણી વખતે આપેલી માહિતી પ્રમાણે તેમની પાસે બે કરોડ રૂપિયાની સંપત્તિ હતી. ડાંગી ખેડૂતોના નેતા તરીકે જાણીતા છે. ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં ડાંગી સમાજની વસતી નોંધપાત્ર છે. ગુજરાતમાં પાટીદારો જેવો સામાજિક મોભો આ જ્ઞાતિ ધરાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -