ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષા હવે કોણ લેશે? જાણો વિગત
બોર્ડે સાથે એવો પણ નિર્ણય કર્યો છે કે, પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની કોઈપણ સંજોગોમાં પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં. બોર્ડના આ નિર્ણયથી મળતીયાઓને વધુ માર્ક આપવામાં આવતા હોવાની ફરિયાદનું નિવારણ કરી શકાશે. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમ રદ થતાં બોર્ડ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ટ્રી, ફિઝીક્સ અને બાયોલોજી વિષયમાં પ્રાયોગિક પરીક્ષા સ્કૂલ દ્વારા લેવામાં આવે છે. જોકે હવે આ પરીક્ષા સ્કુલ નહીં લઈ શકશે.
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. વિજ્ઞાન પ્રવાહની પરિક્ષામાં ચાલતી ગેરરીતિઓને ડામવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -