અમિત શાહે કેમ તાબડતોબ અમદાવાદ દોડી આવવું પડ્યું?
એટલું જ નહીં, બેઠક બાદ ભાજપના મહામંત્રી અને ચૂંટણી સમિતિના સચિવ જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની બેઠકો વિશે ચર્ચા થઈ છે અને યોગ્ય સમયે નિર્ણય લેવાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતની 26 બેઠક મુદ્દે સર્વસંમતિ સધાતાં ભાજપની યાદી તૈયાર થઈ નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મંત્રણા પછી હવે ઉમેદવારો આજે અથવા કાલે જાહેર કરાય તેવી શક્યતાઓ છે. બુધવારે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાત વિધાનસભાના ઉમેદવારોની પસંદગી પૂર્ણ ન થઈ શકતા ફક્ત કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના છ ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો પસંદ કરવા માટે બુધવારે ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં ઉમેદવારોના નામો અંગે વિવાદ સર્જાતા ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવાર જાહેર કરાયા નથી. આ બેઠકમાં આનંદીબેન પટેલ દિલ્લી ન જતાં અમિત શાહ એકાએક અમદાવાદ આવી ગયા હતા અને કમલમ ખાતે મહત્વની બેઠક બોલાવી હતી.
આ પેનલના નામો લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી બુધવારે દિલ્લી ગયા હતા. જોકે, આનંદીબેનને બોલાવ્યા હોવા છતાં બેન દિલ્લી ગયા નહોતા. જેથી બેનની ગેરહાજરીમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે અમિત શાહ આનંદીબેન સાથે મુલાકાત કરીને ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપે તેવી શક્યતાઓ પણ છે. નોંધનીય છે કે, ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે ત્રણ નામોની પેનલ તૈયાર કરી હતી.
આ બેઠકમાં આનંદીબેને સૂચવેલા કેટલાક ઉમેદવારોના નામ અંગે ગૂંચ ઊભી થતાં ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નહોતા. બીજી તરફ આનંદીબેન દિલ્લી ન જતાં અમિત શાહ એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા. હવે અમિત શાહે બેન સાથએ સંપર્ક કરીને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -