પાટીદારોના મામલે ગેહલોતે ભરતસિંહ-સિધ્ધાર્થ પટેલને કેમ તતડાવી નાંખ્યા ? જાણો વિગત
સિદ્ધાર્થ પટેલે ‘પાસ’ ટીમને મોટા ઉપાડે દિલ્હી બોલાવી હતી અને અનામત મુદ્દે ચર્ચા કરવાની વાત કરી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતાઓ કોંગ્રેસના નિમંત્રણથી દિલ્હી ગયા હતા પણ દિલ્હી દોડી ગયેલી ‘પાસ’ ટીમને કોંગ્રેસે બેઠક માટે સમય જ ના ફાળવતાં પાસ ટીમ ખફા થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રદેશ કોંગ્રેસના નેતાઓના કારણે પાસ ટીમને નિરાશ થઈ પરત ફરવું પડયું છે તે શરમજનક કહેવાય તેમ તેમણે કહેતાં પ્રભારી અશોક ગેહલોતે લાલઘૂમ થઈને ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલને બરોબરના ખખડાવી નાંખ્યા હતા. તેમણે તાબડતોબ પાટીદારોનો સંપર્ક કરીને તેમને મનાવવા માટે સૂચના આપી હતી.
આ ઘટનાક્રમની જાણ રાહુલ ગાંધીને થતાં તે બગડ્યા હતા. તેમણે તરત અશોક ગેહલોતને બોલાવીને આ મામલે ભરતસિંહ અને સિધ્ધાર્થ પટેલનો ક્લાસ સેલા કહ્યું હતું. વર્ષો બાદ પાટીદાર વોટબેંક કોંગ્રેસ તરફ ઢળી રહી છે તેવા સમયે જ પાટીદારો નારાજ થયા તે પ્રકારની હરકત દિલ્હીમાં બની છે તેનો જવાબ માગવા કહ્યું હતું.
આ મામલે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી કે, અનામતની બેઠક અંગે પ્રદેશ નેતા સિદ્ધાર્થ પટેલને પૂછવું જોઈએ કેમ કે સિદ્ધાર્થ પટેલે પાસના નેતાઓને ને બોલાવ્યા હતા. દિલ્હીના ગુજરાત ભવન ખાતે ‘પાસ’ ટીમને બેસાડી રાખવામાં આવી હતી, જેને કારણે બગડેલા ‘પાસ’ના નેતાઓએ પાટીદાર સમાજની મજાક ઉડાવ્યાની પ્રતિક્રિયા આપી હતી.
‘પાસ’ની ટીમે શઉક્રવારે રાત્રે 11 કલાકે પત્રકારેને મળીને કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ આપી અનામત મુદ્દે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. ‘પાસ’ ટીમે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે આક્ષેપ કર્યો હતો કે, દિલ્હી બોલાવ્યા બાદ પ્રદેશ પ્રમુખ ફોન પણ ઉપાડતાં નહોતા અને અમે અટવાઈ ગયા હતા.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ની ટીમને મોટા ઉપાડે દિલ્હી બોલાવવામાં આવી પછી તેમને મળવાનો સમય જ ના અપાયો તેના કારણે ‘પાસ’ દ્વારા અલ્ટિમેટમ અપાયું તેથી કોંગ્રેસ હાઈકમાન્ડ ખફા થઈ છે. આ મામલે પ્રભારી અશોક ગેહલોતે ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલનો બરોબરનો ઊધડો લઈ નાંખ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -