ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓને મળવાની રાહુલ ગાંધીએ કેમ ના પાડી દીધી?
રાહુલ ગાંધીએ 9 જાન્યુઆરીએ દિલ્હીમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગેની વ્યૂહરચના ચર્ચાશે. આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો, AICC મહામંત્રી અને પ્રભારીઓ હાજર રહેશે. આ બેઠક દરમિયાન રાહુલ નારાજ નેતાઓને મળશે પણ તેમની નારાજગીના મુદ્દે કોઈ ચર્ચા નહીં કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ કોંગ્રેસના નારાજ નેતાઓને મનાવી લેવા માટે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે. આ નેતાઓને રાહુલ ગાંધી મળે તેવી શક્યતા હતી પણ હવે રાહુલ ગાંધી તેમને મળવાના નથી.
કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે, નારાજ નેતાઓ કોંગ્રેસ પરિવારનો જ લહિસ્સો છે ત્યારે પ્રભારી તરીકે તેમને મનાવવાની જવાબદારી પ્રભારીની છે. આ પ્રકારની નાની નાની વાતોની ચર્ચા કરનાના બદલે પરસ્પર સાથે બેસીને સમાધાન શોધવા તેમણે સાચવે કહ્યું છે.
હવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આ નેતાઓને નહીં મળે પણ તેના બદલે રાજીવ સાતવ તેમને મળશે. રાહુલ ગાંધીએ રાજીવ સાતવને આ નેતાઓને મનાવવાની અને ગુજરાત કોંગ્રેસમાં બઘધું સરખું કરવાની જવાબજારી સોંપી છે. આ નેતાઓની નારાજગી દૂર થાય પછી રાહુલ તેમને મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -