પ્રમુખ અમિત ચાવડાને લઈને ગુજરાત કોંગ્રેસમાં કેમ નારાજગી જોવા મળી? જાણો વિગત
બીજી બાજુ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ મળીને કામ કરવા પ્રભારીએ ટકોર કરી છે. તેમના તરફ બનેલા વાતાવરણને બગડતું અટકાવવા પ્રભારીએ ઠપકો પણ આપ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા પોતાની ટીમ ક્યારે જાહેર કરશે અને આ ટીમ લોકસભામાં સફળતા કેવી રીતે અપાવશે તે જોવાનું રહ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિનિયર નેતાઓ સાથે પ્રદેશ પ્રમુખ સંકલન ન કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે પોતે પ્રદેશ પ્રભારીએ મોરચો સંભાળ્યો છે અને સિનિયર નેતાઓને કામગીરી સોંપવા માટે વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યા છે.
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ અમિત ચાવડાને લઈને કોંગ્રેસને કાર્યકરોમાં જે આશા હતી તે પૂરી થતી દેખાતી નથી. પ્રદેશ પ્રમુખ તરીકેને તેમની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે પહેલા નેતા વિપક્ષ પરેશ ધાનાણી સાથેનો ટકરાવ અને ત્યારબાદ સિનિયર નેતાઓની અવગણના.
પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાએ ગત એપ્રિલ મહિનામાં જવાબદારી સંભાળ્યા બાદ કોંગ્રેસમાં નવી નિયુક્તિઓને લઈને વિવાદ શમવાનું નામ નથી લેતો. વિવાદ એ હદ સુધી વર્ક્યો છે કે પોતે પ્રદેશ પ્રભારીએ વચ્ચે પડવું પડ્યું હતું. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષ વચ્ચેનો ખટરાગ દૂર કરવા મધ્યસ્થી કરવી પડી હતી તેવું જાણવા મળ્યું હતું.
કોંગ્રેસમાં અંદરો-અંદર વિવાદ ચાલી રહ્યો છે એ વાત હવે જોરશોરથી ચર્ચાવા લાગી છે. પ્રદેશ કોંગ્રેસમાં 2 યુવા નેતાઓને જવાબદારી સોંપવામાં આવ્યા બાદ 4 મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ તેમ છતાં કોંગ્રેસનું નવું સંગઠન જાહેર થઈ શક્યું નથી.
અમદાવાદ: લોકસભા ચૂંટણીઓમાં ભાજપ કરતા વધુ બેઠકો જીતવાના દાવાઓ કરી રહેલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યાને 4 મહિના થયા હોવા છતાં અમિત ચાવડા હજુ સુધી પોતાની ટીમ જાહેર કરી શક્યા નથી. જેને લઈને સમગ્ર કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ લાંબા સમયથી સંગઠનની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે પરંતુ તેમની રાહનો કોઈ અંત જોવા મળતો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -