હાર્દિક પટેલને કેમ સોલા સિવિલમાંથી SGVP હોસ્પિટલમાં શિફ્ટ કરાયો? જાણો આ રહ્યું કારણ?
PAAS નેતા નિખિલ સવાણીના જણાવ્યા પ્રમાણે, સોલા સિવિલમાં હાર્દિકની જીવને જોખમ હતું એટલે SGVP હોસ્પિટલમાં શિફ્ટ કરાયો છે. હાલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ICU રૂમમાં ટ્રિટમેન્ટ ચાલી રહી છે. SGVPના ડોક્ટરોએ સૌ પ્રથમ સોનોગ્રાફી કરી લિવર અને કીડની ફંક્શન ટેસ્ટ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેને સોલા સિવિલના 6ઠ્ઠા માળે આવેલા MICU (મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ-તાત્કાલિક સઘન સારવાર એકમ)માં સારવાર થતી હતી. હાર્દિકની તબિયત આવનાર 24 કલાકમાં સામાન્ય થઈ જશે તેવો સુપ્રિડેન્ટ ડોક્ટરનો દાવો કર્યો હતો. જોકે સોલા સિવિલમાં હાર્દિકના તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા હતા.
નિખિલ સવાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અગાઉ ઘણાં મોટા નેતાઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યાં બાદ તેના મૃત્યું થયા હતા. આ ઘટના હાર્દિક સાથે ન થાય તે માટે અમે SGVPમાં લાવ્યા છીએ. આ ઉપરાંત હાર્દિક માત્ર 24 વર્ષનો જ છે અને સમાજને તેની જરૂર છે સરકાર પર અમને ભરોશો નથી.
અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે તબિયત લથડતાં તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જો કે ચાલું ટ્રિટમેન્ટમાં હાર્દિકના જીવનું જોખમ લાગતા અને સરકારી હોસ્પિટલની ટ્રિટમેન્ટમાં વિશ્વાસ ન બેસતાં તેને એમ્બ્યુલસ મારફતે SGVP હોસ્પિટલ લવા જવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -