ગુજરાતમાં કોંગ્રેસ ક્યાં 200 નેતાઓને બાજુ પર મૂકી દેશે? જાણો વિગત
આ સંવાદ યાત્રા વાસ્તવમાં નવા ચહેરોના શોધયાત્રા બની રહેવાની છે. હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ભાજપ સામે લડત આપવા ફિલ્ડમાં યુવાઓને કામે લગાડવામાં આવશે. જ્યારે વરિષ્ઠોનું માત્ર માર્ગદર્શન પણ લેવામાં આવશે. આમ કોંગ્રેસને જીવંત બનાવવા તૈયારીઓ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપક્ષમાં રાજકીય સગાવાદ આધારે હોદ્દો મેળવનારાંને પણ ઘરનો રસ્તો દેખાડવા નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસની અત્યારે સંવાદયાત્રા નીકળી છે જેમાં પ્રદેશ પ્રમુખ-વિપક્ષના નેતા દરેક જિલ્લામાં ફરી કાર્યકરો સાથે સંવાદ કરી રહ્યાં છે. સંવાદ થયા બાદ ઉચ્ચ નેતાઓ સાથે બેસીને દરેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
માસ લિડર હોય, યુવા હોય, પ્રજાલક્ષી કામો કરતાં હોય, જનસંપર્ક ધરાવતાં હોય, રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા પાયાના યુવા કાર્યકરોની શોધખોળ ચાલી રહી છે તેમનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. આવા કાર્યકરોને રાજ્ય-જીલ્લાકક્ષાએ પ્રમોટ કરવા નક્કી કરવામાં આવ્યું છે.
ફિલ્ડમાં કામ કરતા ન હોવાથી આ વૃદ્ધ આગેવાનોનો લોકપ્રભુત્વ રહ્યુ નથી. ઘણાં આગેવાનો તો વિધાનસભાની ચૂંટણી જીતવામાં પણ સક્ષમ રહ્યાં નથી. આ સંજોગોમાં રાહુલ ગાંધીની સૂચનાને કારણે કોંગ્રેસમાં ઘરડા-વરિષ્ઠ 200થી વધુ આગેવાનોને સલાહકાર તરીકે કામ સોંપીને હળવેકથી સાઈડલાઇન કરવા સૂચના આપી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસમાં છેલ્લા કેટલાંય સમયથી જૂથવાદ અને સગાવાદને આધારે જ સંગઠનમાં નિમણૂંકો કરવામાં આવી રહી છે જેના પગલે સંગઠનની અસરકારક કામગીરી રહી નથી. આ ઉપરાંત પ્રદેશના માળખામાં પણ 50-55થી વધુ વયના વરિષ્ઠ આગેવાનો વર્ષોથી અંડિગો જમાવીને બેઠાં છે.
અમદાવાદ: સોમવાર ગુજરાતમાં ભાજપ સામે ટક્કર આપવા ઘરડી અને સુશુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસને યુવાઓના જોર જીવંત કરવા હાઈકમાન્ડે સ્ટ્રેટેજી ઘડી કાઢી છે. ગુજરાત કોંગ્રેસમાં હવે સંગઠનમાં અંડિગો જમાવીને બેઠેલાં ઘરડા નેતાઓન સલાહકાર બનાવી સાઈડલાઇન કરવા વિચારણા કરી છે. રાજકીય બેકગ્રાઉન્ડ વિનાના પ્રતિભાશાળી અને પ્રજાલક્ષી કામ કરતાં યુવા કાર્યકરોને નેતા તરીકે કોંગ્રેસમાં પ્રમોટ કરવા રણનીતિ ઘડવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -