PM મોદી ફરી આવશે મે મહિનામાં ગુજરાતમાં, જાણો શું છે કાર્યક્રમ
તેમાં અમદાવાદ-વડોદરા વચ્ચેના એક્સપ્રેસ-વેને મુંબઈ સુધી લંબાવવા માટે જમીન સંપાદનની કામગીરી હવે આખરી તબક્કામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી મે મહિનામાં વડાપ્રધાનની અનુકૂળતા મુજબ તેના લોકાર્પણની વિધિવત જાહેરાત થશે. વધુમાં જણાવ્યું હતું કે, દહેજ ખાતે ઊભા કરાયેલા પીસીપીઆઈઆરમાં રોડ, પોર્ટ અને રેલ કનેક્ટિવિટી વધારવા માટે જે પ્રયાસો કર્યા છે.
ત્યારે કાગ્રો સેવાની પણ જાહેરાત કરી હતી. હાલ આ સુવિધા માટેની જરૂર માળખાકિય સુવિધાઓને તૈયાર કરી દેવાઈ છે. તેનું ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ થશે.
આ જહાજમાં કાર્ગોની સાથે નાગરિકો પોતાના વાહનો સાથે જ ફેરી સર્વિસનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો.
પત્રકારો સાથેની ઔપચારિક વાતચીતમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દહેજ-ઘોઘા ફેરી સર્વિસને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. હાલ આ સેવા ચાલી રહી છે તેમાં ટૂંક સમયમાં કોઈપણ નાગરિક પોતાના વાહનો સાથે જ દહેજ-ઘોઘા વચ્ચે અવર-જવર કરી શકશે.
અમદાવાદ: દહેજ-ઘોઘા વચ્ચે શરૂ થયેલી રો-રો ફેરી સર્વિસ બાદ હવે ટૂંક સમયમાં કાર્ગો હેન્ડલિંગ સુવિધા પણ શરૂ થવા જઈ રહી છે. સંભવત મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેવાના લોકાર્પણ માટે ગુજરાતના પ્રવાસે આવશે તેમ કેન્દ્રીય શિપિંગ અને પેટ્રોકેમિકલ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -