ગુજરાતનાં ક્યાં મહિલા ધાર્મિક ગુરૂની 200 કરોડની સંપત્તિ માટે જામ્યો જંગ ? જાણો વિગત
દેવલોક પામેલાં પૂજ્ય જીજીનું માંજલપુર સ્થિત મકાન ટ્રસ્ટના નામે નહિ હોવા છતાં શ્રી ઇન્દિરાબેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ અને શ્રી ઇન્દિરા બેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટના ત્રણ સંચાલકોએ મહિલા સહિત 2 જણની સંયુક્ત ભાગીદારીમાં રૂા. 82 લાખમાં વેચી દીધું હતું. મહિલા સિટી સરવે કચેરીમાં મિલકત ટ્રાન્સફર કરાવવા જતાં તેમના નામે નહિ થાય તેવો ઘટસ્ફોટ થયો હતો. મકાન ટ્રસ્ટના નામે નહિ હોવા છતાં વેચાણ દસ્તાવેજ કરી આપનાર ત્રણ સામે મહિલાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેજલ દેસાઈ અને સમા શાહે અરજીમાં કહ્યું છે કે વ્રજરાજકુમારજી, દ્રુમિલકુમારજી, મદનલાલ રાઠી અને ગોપાલ ચર્તુવેદી અમને સતત ડરાવે ધમકાવે છે. ટ્રસ્ટમાં વ્રજરાજ કુમારજીને ચેરમેન બનાવવા માટે ગેરકાનૂની ઠરાવ પસાર કર્યો હતો. અમે આ અંગે ચેરિટી કમિશ્નરમાં ફરીયાદ કરી છે. ગત રવિવારે નિઝામપુરાથી નીકળ્યા ત્યારે એક કાર પીછો કરતી હતી. અમે પોલીસ રક્ષણની માંગ કરી રહ્યા છીએ.
અમદાવાદ: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનાં પૂ.ઇન્દિરાબેટીજીના વલ્લભ મેમોરેબલ ટ્રસ્ટના જુના ટ્રસ્ટી તેમજ ઇન્દિરાબેટીજીની કહેવાતી સેવીકા અને નવા ટ્રસ્ટીઓ વચ્ચે ટ્રસ્ટની 200 કરોડની જમીન તેમજ ગાંધીનગર સ્થિત મંદિરને લઈને વિવાદ ઉભો થયો છે. બંને પક્ષો જમીન પચાવી પાડવાના આક્ષેપો એકબીજા પર લગાવી રહ્યા છે. બીજી તરફ મુખ્ય ટ્રસ્ટી મદનલાલ રાઠી અને ઇન્દિરાબેટીજીની સહીઓ લીધા વગર જ સમા શાહ સહિતના નવા ટ્રસ્ટીઓએ ટ્રસ્ટની મીલકત પચાવી પાડવાનું કાવતરૂ રચ્યોનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે.
વૈષ્ણવકુળના ઈન્દિરાબેટીજીએ સ્થાપિત કરેલા બે ટ્રસ્ટોની જમીનો પચાવી પાડવાના આક્ષેપો લાગતા વ્રજરાજકુમાર અને દ્રુમિલકુમાર દ્વારા એક સોગંદનામું કરાયું છે. બંનેએ જણાવ્યું છે કે, પૂ.જીજી દ્વારા સ્થાપિત વલ્લભ મેમોરીયલ ટ્રસ્ટ તેમજ વલ્લભ અનુગ્રહ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમને અધ્યક્ષ કે ટ્રસ્ટી બનવા કોઈ રસ નથી. માત્ર ને માત્ર વૈષ્ણવો જ કે જેઓ પૂ.જીજીના સુંદર આદર્શને માન આપી આ ટ્રસ્ટોનું સંચાનલ કરે. જ્યારે પૂ.જીજીના અવસાન બાદ દિલ્હીમાં સ્થપાયેલા બે નવા ટ્રસ્ટો ઈન્દિરાબેટીજી વલ્લભ સેવા ટ્રસ્ટ તેમજ ઈન્દિરાબેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી કે અધ્યક્ષ બનવા માંગતા નથી. જ્યારે ટ્રસ્ટની કરોડોની જમીનમાં પણ અમને કોઈ જ અંગત સ્વાર્થ નથી.
બીજી બાજુ જીજીના માલિકીના મકાનને ટ્રસ્ટીઓએ રૂા.82 લાખમાં વેચી દીધું હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ ઉપરાંત વ્રજરાજકુમાર અને દ્રુમિલકુમાર સામે આક્ષેપો કરનાર સેવિકા સમા શાહ અને સેજલ દેસાઈએ પોલિસને અરજી કરી ધાક ધમકી મળી રહી હોવાથી પોલીસ રક્ષણ માગ્યું છે. બીજી બાજુ વ્રજરાજકુમાર અને દ્રુમિલકુમાર સામે સોશ્યલ મિડીયામાં કરેલા આક્ષેપો અંગે પણ સમા શાહ સામે પોલિસમાં ફરીયાદ કરવામાં આવી છે. ફેસબુક પર કડવા સત્યના નામે આખો મામલો વિશ્વભરના વૈષ્ણવો સમક્ષ લઈ જવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -