તમારી પુત્રી અનાર કે પુત્ર જયેશ પટેલને ટિકિટ અપાવશો? આનંદીબેન પટેલે શું આપ્યો જવાબ?
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. જ્યારે અન્ય નેતાઓ પણ ગુજરાતમાં પ્રચારે લાગી ગયા છે. ભૂતપૂર્વ સીએમ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને ભાજપમાંથી ટીકિટ આપવાની છે તેવી છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યારબાદ એવો પ્રશ્ન પૂછાયો કે ભાજપ એકબાજુ મહિલા સશક્તિકરણની વાતો કરી રહ્યાં છો તો તમારે અધવચ્ચેથી રાજીનામું આપવાની શા માટે ફરજ પડી? જેના જવાબમાં આનંદીબહેને કહ્યું કે, ભાજપ જ સૌથી વધુ મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં લઈ જાય છે. મને જેટલો સમય મળ્યો એટલો વખત કામ કર્યું છે.
આ જવાબ સામે પત્રકારે દલીલ કરી કે આનંદીબહેન પ્રશ્ન પૂછવાની અમારી ફરજ છે અને ભલે જાહેર જીવનમાં હોઈ તમારે ચોક્કસ જવાબ આપવો જોઈએ. આમ છતાં આનંદીબહેને જવાબ આપવાને બદલે પત્રકારોને કહ્યું કે, તમારી બીજી પણ ઘણી ફરજ છે તેને પૂરી કરો.
ભાજપ દ્વારા ગૌરવ યાત્રા વિશે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપના આગેવાનો હાજરી આપી હતી જ્યારે આનંદીબેન પટેલે પણ હાજરી આપી હતી. આનંદીબેન પટેલે પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી જેમાં તેમણે અમિત શાહના નામનો ઉલ્લેખ પણ નહતો કર્યો. જ્યારે તેમણે ભાજપના કાર્યકરોની માઈક્રોપ્લાનીંગની વાતો કરી હતી, તેવું જાણવા મળ્યું હતું.

મંગળવારે એસ.જી હાઈવે પરનાં મીડિયા સેન્ટરમાં પત્રકારોએ આનંદીબેન પટેલને ઘણાં સવાલો કર્યા હતા જોકે અમુક સવાલો પૂછતાં તેઓ અકળાઈ ગયા હતાં. આ સવાલોનો આનંદીબેને જવાબ આપ્યા નહોતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા નારણપુરાની લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતાં જ્યારે આનંદીબેન પટેલે પણ ઘાટલોડિયામાં ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -